<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

આમ આદમી પાર્ટીના પ્રતિનિધી મંડળ સીટ મુદે અનેક પીડિત પરિવારોને મળ્‍યાઃ કાર્યવાહીના અંતે પરિણામ શૂન્‍યઃ ઇસુદાન ગઢવીનો આક્ષેપ

‘આપ' પ્રદેશ પ્રમુખે અલગ-અલગ દુર્ઘટનાઓ મુદે સરકાર દ્વારા રચવામાં આવેલી SITની પોલ ખોલીઃ પત્રકાર પરિદષને સંબોધી કાંકરિયા રાઇડ દુર્ઘટના, ઉના કાંડ, થાનગઢમાં દલિત હત્‍યાકાંડ, હરણી તળાવ બોટ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને બોટાદ લઠ્ઠાકાંડના પીડિતોને આજ સુધી ન્‍યાય મળ્‍યો નથીઃ મોટાભાગના કેસમાં નાની માછલીઓ પકડાય છે અને મોટા માથા બચી જાય છે

ઇશુદાનભાઇ રાજકોટમાં : રાજકોટ : શહેરમાં ટીઆરપી અગ્નિકાંડ ગોઝારી ઘટના બની છે તે અનુસંધાને અને છેલ્લા દસ વર્ષના સમયગાળામાં આવી જે પણ ઘટનાઓ બની છે એની તપાસ માટે જે એસઆઇટીની રચના કરવામાં આવી છે તેની કામગીરી અંગે તથા મૃતક અને પીડિત પરિવારોને ન્‍યાય માટેની લડત બાબતે આમ આદમી પાર્ટી દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઇ હતી. જેમાં આપના પ્રદેશ અધ્‍યક્ષ ઇશુદાનભાઇ ગઢવીએ સંબોધન કર્યુ હતું. સાથે આમ આદમી પાર્ટીના શહેર તથા પ્રદેશના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

અમદાવાદ, તા. ૧૭ : શહેરના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ વિપક્ષો સરકારનો દોરી રહ્યા છે ત્‍યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ ઈસુદાનભાઈ ગઢવીએ  પ્રેસ કોન્‍ફરન્‍સના માધ્‍યમથી જણાવ્‍યું હતું કે, જ્‍યારે પણ કોઈ ગંભીર ઘટના ઘટે છે ત્‍યારે સરકાર કહે છે કે સીટની રચના કરવામાં આવશે અને આજે હું આ સીટ મુદ્દે જ મોટા ખુલાસો કરવા જઈ રહ્યો છું. ગુજરાતની જે જે ગંભીર ઘટનાઓ પર સીટની રચના કરવામાં આવી હતી, તે સીટ દ્વારા કરવામાં આવેલ કામની જાણકારી મેળવવા માટે અમે નક્કી કર્યું કે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ પરિવારો ની મુલાકાત લેશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વાતનું દુઃખ વ્‍યક્‍ત કરતા હોય છે કે તેઓ ગુજરાતમાં એક સીટ ગઇ ે તેની જવાબદારી પોતે લેતા હોય છે પરંતુ ગુજરાતમાં જે ગંભીર ઘટનાઓ ઘટી તેની જવાબદારીઓ તે કયારે સ્‍વીકારશે. ગળહ મંત્રી હર્ષ સંઘવી કહેતા હોય છે કે રોંગ સાઈડમાં જનાર લોકોના લાયસન્‍સ કેન્‍સલ થશે પરંતુ જે સરકારના કારણે લોકો જીવતા સળગી ગયા તે સરકારના લાયસન્‍સ કયારે કેન્‍સલ થશે? આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ સીટ મુદ્દે અનેક વિવિધ પરિવારોને મળ્‍યા અને જાણવા મળ્‍યું કે તમામ કાર્યવાહીના અંતે પરિણામ શૂન્‍ય આવ્‍યું છે તે મુદ્દા પર અમે આજે કેટલાક રિપોર્ટ રજૂ કરવા જઈ રહ્યા છીએ.

કાંકરિયા રાઈડ દુર્ઘટનાના પિડીત પરિવારને શું ન્‍યાય મળ્‍યો કે નહીં, આ બાબતે આમ આદમી પાર્ટીના મધ્‍યમના કાર્યકારી પ્રમુખ ડૉ. જ્‍વેલબેન વસરા, ઝાહિદભાઈ મેમણના પિતા રફીક ભાઈ મેમણ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી, તેમાં અમદાવાદ શહેર ઉપપ્રમુખ જતીન પટેલ, અમદાવાદ શહેર ઓબીસી શહેર પ્રમુખ દિનેશભાઈ ટાંક, માઈનોરીટી સેલના શહેર પ્રમુખ ગુલામ ફરીદ, બહેરામપુરા વોર્ડ પ્રમુખ ફરીદભાઈ રંગરેજ તથા બહેરામપુરા વોર્ડના સાથીઓ  ઉપસ્‍થિત રહ્યાં હતાં.આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયેલ જયારે ર૯ થી વધુ ઘાયલ થયેલ.

કાંકરિયા  દુર્ઘટના બાદ રાઈડ સંચાલક સુપરસ્‍ટાર એમ્‍યુઝમેન્‍ટ પ્રા.લી.ના માલિક અને તેમના પુત્રની ધરપકડ કરાઈ હતી.એક વર્ષથી વધુ સમય કારાવાસમા રહયા બાદ જામીનમુકત થયેલા સુપરસ્‍ટાર એમ્‍યુઝમેન્‍ટને ૧૨ હજાર ચોરસ વાર જગ્‍યામાં વર્ષો પહેલા બનાવવામા આવેલી બાલવાટીકા ડેવલપમેન્‍ટના નામે શાસકોએ ભેટ આપી હતી.  પાંચ વર્ષ અગાઉ બનેલી રાઈડ દુર્ઘટનાને લઈ હજુ સુધી મ્‍યુનિ.શાસકપક્ષ તરફથી સુપર સ્‍ટાર એમ્‍યુઝમેન્‍ટ પાર્કને બ્‍લેકલિસ્‍ટ કરવાની તસ્‍દી સુધ્‍ધા લીધી નથી.

આ ઉપરાંત થાનગઢ દલિત હત્‍યાકાંડ-ર૦૧ર, ઉના દલીત હત્‍યાકાંડ-ર૦૧૬, વડોદરા હરણી તળાવ દુર્ઘટના, તક્ષશીલ અગિ્નકાંડ-સુરત, બોટાદ લઠ્ઠાકાંડના પીડીતોને આપ પાર્ટીના આગેવાનોએ રૂબરૂ મળી અને જાત માહિતી મેળવતા પરિણામ શૂન્‍ય આવ્‍યાનું પણ ઇશુદાનભાઇ ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું.

(4:44 PM IST)