News of Tuesday, 18th June 2024
ખાનગી શાળા સંચાલકો સામે કોંગ્રેસનું ફરી હલ્લાબોલ : જુઓ વિડિયો

પ્રસ્તુત તસ્વીરમાં ડીઇઓ નિલેશ રાણીપાને રજૂઆત કરતા રોહિતસિંહ રાજપૂત, રણજીતભાઇ મુંધવા સહિતના નજરે પડે છે. બીજી તસ્વીરમાં પોલીસે અટકાયત કરી તે સમયની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરિયા)
રાજકોટ તા. ૧૮ : રાજકોટમા દિવસેને દિવસે ખાનગી શાળાઓની દાદાગીરી વધતી જાય છે ત્યારે બીજી તરફ જીલ્લા શિક્ષણ અધિકારીને પણ હવે અમુક સંચાલકો ગાઠતા નથી તેવુ ચિત્ર ઉપજી આવ્યુ છે. ગઈકાલે જાહેર રજામા અનેક ખાનગી શાળાઓ શરૂ હતી ત્યારે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ અનેક ફોન જિલ્લા શિક્ષણ અધિકારીને કર્યા છતા એક ફોન કોઈનો ઉપાડ્યો ના હતો જીલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા હતા પરંતુ વાસ્તવમા તમામ શાળાઓ બપોર પછીચાલુ જ હતી ! જેનો સીધો મતલબ થયો કે જિલ્લા શિક્ષણ અધિકારીને સ્કૂલ સંચાલકો ૧% પણ માનતા નથી.. રાજય સરકારના નિયમોનો ઉલાળિયો કરનાર સામે કડકાઈ દર્શાવવાના બદલે જવાબદાર અધિકારી નોટિસ આપવામા પણ ડરતો હોય તો તેઓએ આ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ તેવા વિદ્યાર્થીનેતાઓએ પ્રહારો કર્યા હતા.
જાહેર રજાઓમા શૈક્ષણિક કાર્ય શરૂ ના રાખવા અંગેનો સ્પષ્ટતાપૂર્વક પરિપત્ર જાહેર કરો જેમા દંડની જોગવાઈથી માંડી માન્યતા રદ સુધીનાં પગલાઓનો ઉલ્લેખ કરતો પરિપત્ર જાહેર કરવા માંગણી કરી હતી અન્યથા રાજીનામુ આપવા માંગ કરી હતી. આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા પ્રવકતા રોહિતસિંહ રાજપુત,કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા, ઓબીસી સેલ પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત, યુવા આગેવાન જીત સોની, યશ ભીંડોરા, રોનક રવૈયા, રાજ પટેલ, પારસ પટેલ, ડેનિસ રામાણિ, દીક્ષિત પટેલ, વિશાલ નાડોલા સહિતની પોલિસે અટકાયત કરી હતી.
(3:22 PM IST)










