<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ર૪ કલાક પાણી તથા મલ્‍ટીલેવલ પાર્કિંગની યોજના કેન્‍સલઃ શહેરના ૧૯૦ કરોડના વિવિધ વિકાસ કામો મંજુર

સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ૬ અને ૧૪ વર્ષની કાગળ પરની યોજના આખરે પડતી મુકી : ૬૮ દરખાસ્‍તો પૈકી ર નામંજૂર, ૧ પેન્‍ડિંગઃ ર૪ કલાક પાણી આપવુ શકય નથી જયમીન ઠાકરઃ પેવિંગ બ્‍લોક, સર્વેશ્વર ચોક, બોકસ ક્રિકેટ, વોટર વર્કસ સહિતના કામોને લીલીઝંડી

શહેરના ૧૯૦ કરોડના વિવિધ વિકાસ કામો મંજુર...મંજુર... :રાજકોટ : લોકસભાની સૌથી લાંબી ચૂંટણી આચારસંહિતા પુરી થયા બાદ ત્રણ મહિને આજે સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં યોજાયેલ સ્‍ટે. કમીટીની મીંટીગમાં ૬૮ દરખાસ્‍તોનાં ૧૯૦ કરોડના વિવિધ વિકાસ કામોનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો. ઉપરોકત  તસ્‍વીરમાં સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકર, સ્‍ટેન્‍ડિંગ સભ્‍ય નરેન્‍દ્રસિંહ વાઘેલા, હાર્દિક ગોહેલ, રચિતાબેન જોશી, ભારતીબેન પરસાણા, જયોત્‍સનાબેન ટીલાળા, દક્ષાબેન વસાણી, વર્ષાબેન રાણપરા, તથા સેક્રેટરી હરિશ રૂપારેલીયા, ડેપ્‍યુટી મ્‍યુનિ. કમિશનર સ્‍વપિ્નલ ખરે, ચેતન નંદાણી સહિતના આસી. કમિશનર, સીટી ઇજનેર સહિતના અધિકારીઓ દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ :.. લોકસભાની સૌથી લાંબી ચૂંટણી આચારસંહિતા પૂરી થયા બાદ ત્રણ મહિના બાદ આજે મળેલ સ્‍ટેન્‍ડિંગ કમીટીમાં શહેરના વિવિધ વિકાસ કામોની ૬૮ દરખાસ્‍તોના નિર્ણય લેવામાં આવ્‍યા છે. જેમાં ચંદ્રેશનગર હેડવર્કસ આધારીત વોર્ડ નં. ૮,૧૧,૧૩ ના અડધા વિસ્‍તારમાં બલ્‍કફલો મીટર, બીલીંગના કામ, શહેરમાં મલ્‍ટીલેવલ પાર્કિંગની કિ.મી. બીલીટી સ્‍ટડીમાટે કન્‍સલટન્‍ટની નિમણુંક સહિતની દરખાસ્‍ત નામંજૂર કરવામાં આવી છે.

આ ઉપરાંત મનપા હસ્‍તકના પ્‍લેનેટોરિયમ સંકુલના કોમ્‍પ્‍યુટર વિભાગનું સંચાલન અરવિંદભાઇ મણીયાર જનકલ્‍યાણ ટ્રસ્‍ટને ૩ વર્ષ માટે સુપ્રત કરવા અંગેની દરખાસ્‍ત પેન્‍ડિંગ રાખવામાં આવી છે.

મ્‍યુનિ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમીટી મીટીંગ આજે સવારે ૧૧ કલાકે સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં યોજાયેલ. આ બેઠકમાં કમીટીના એજન્‍ડા પર કુલ ૬૮ દરખાસ્‍તોનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જેની વિગત આ મુજબ છે.

ર૪ કલાક પાણી વિતરણની યોજના પડતી મુકાઇ

શહેરના વોર્ડ નં. ૮ (પાર્ટ), ૧૧ (પાર્ટ) અને ૧૩ (પાર્ટ) માં ચંદ્રેશનગર હેડ વર્કસ આધારિત વિસ્‍તારોમાં વાર્ષિક પ૮ લાખના ખર્ચે હાઉસ હોલ્‍ડ અને બલ્‍કફલો મીટરના ઓપરેશન અને મેઇન્‍ટેનન્‍સ તથા રીડિંગ, બીલીંગના કામની દરખાસ્‍ત નામંજૂર કરવામાં આવી છે.

આ અંગે સ્‍ટેન્‍ડિંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્‍યું હતું કે, ર૪ કલાક પાણી વિતરણના પાયલોટ પ્રોજેકટમાં એકમાત્ર વોર્ડ નં. ૧૩ ના ચંદ્રેશનગર વિસ્‍તારની પસંદગી થઇ હતી. આ વિસ્‍તારમાં પ્રથમ વખત ૧૩ એપ્રિલ ર૦૧૮ નાં પ.૯પ કરોડના ખર્ચે ૧૪ હજાર મીટરો ફીટ કરવામાં આવ્‍યા હતાં. હજુ સુધી આ કામગીરી આગળ વધી નથી ત્‍યારે ત્રણ વોર્ડના અડધા વિસ્‍તારમાં આ પ્રોજેકટ હેઠળની કામગીરીની દરખાસ્‍ત નામંજૂર કરવામાં આવી છે.

ર૪ કલાક પાણી વિતરણ શકય નથી. એટલે આ પાયલોટ પ્રોજેકટ પડતો મુકવામાં આવ્‍યો હોવાનું જયમીન ઠાકરે જણાવ્‍યું હતું.

આમ ૬ વર્ષ બાદ આ યોજના બંધ કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.

મલ્‍ટીલેવલ પાર્કિંગ નહી બને

સ્‍માર્ટ સીટી અંતર્ગત શહેરીજનોને ટ્રાફિક સમસ્‍યામાંથી મુકત કરવા અલગ અલગ સ્‍થળોએ મલ્‍ટીલેવલ ર્પાકિંગ શરૂ કરવા સૈધ્‍ધાંતિક નિર્ણય કરાયેલો છે જે અંગે રી-ટેન્‍ડર કરવામાં આવ્‍યા બાદ પણ કોઇ ઓફર ન મળતા રાષ્‍ટ્રીય કક્ષાના પ્રચાર માધ્‍યમોમાં રી-ટેન્‍ડર મુકવાનો પ્રયત્‍ન પણ નિષ્‍ફળ ગયો હતો. આથી એક કમીટી બનાવીને ફિઝીબીલીટી સ્‍ટડી માટે ક્‍ધસ. નિમવા ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા હતા. ચોથા પ્રયત્‍ન બાદ કુલ પાંચ એજન્‍સી પૈકી સૌથી નીચા ભાવ મે.રાઇટસ લી.એ ૭૮ લાખની ફી માંગી હતી.

તેમાં ત્રણ એજન્‍સી માન્‍ય રહેતા અને મે. ગ્રોએવર ઇન્‍ફ્રા.એ ૪૮.૯૦ લાખમાં કામ કરવા તૈયારી દર્શાવતા મલ્‍ટીલેવલ ર્પાકિંગના અભ્‍યાસ માટે દરખાસ્‍ત

ના મંજુર કરવામાં આવી છે. સ્‍ટે. કમીટીએ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્‍યું હતું કે, હાલ સર્વેશ્વર ચોકના વોંકળાની ડીઝાઇનમાં ફેરફાર કર્યા બાદ કામ શરૂ કરવામાં આવનાર છે. અહીં હાલ મલ્‍ટી લેવલ પાર્કીંગની જરૂર નથી.

અત્રે નોંધનીય છે કે, આ કામની યોજના વર્ષ ર૦૧૦ થી ચાલતી હતી.

જયારે મનપા હસ્‍તક રેસકોર્સ સંકુલમાં આવેલ પ્‍લેને ટેરિયમ સંકુલના કોમ્‍પ્‍યુટર વિભાગનું સંચાલન શ્રી અરવિંદભાઇ મણીયાર જનકલ્‍યાણ ટ્રસ્‍ટને ૩ વર્ષ માટે સુપ્રત કરવાની દરખાસ્‍ત હાલ પેન્‍ડીંગ રાખવાનો નિર્ણય સ્‍ટેન્‍ડિંગ કમીટીએ કર્યો છે. આ કામ માટે કેતન પટેલ, અશ્વિન પાંભર સહિત બે કોર્પોરેટરોની એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જો આ અભ્‍યાસ બાદ નિર્ણય થશે.

આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્‍તારમાં ડ્રેનેજ, રસ્‍તા, પેવિંગ બ્‍લોક સહિતના ૧૯૦.૭૮ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.

(3:48 PM IST)