<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

પાવાગઢમાં જૈન તીર્થંકરોની પ્રતિમાઓ ખંડીત કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરોઃ જૈન સમાજનું આવેદન

તીર્થ રક્ષા સમીતી દ્વારા કલેકટરને રજુઆત : પ્રતિમાઓ પુનઃ સ્થાપન કરાય તેવી પણ માંગણી

રાજકોટ, તા., ૧૮: તીર્થ રક્ષા સમીતી રાજકોટ દ્વારા કલેકટરને આજે આવેદનપત્ર પાઠવી પાવાગઢી તીર્થ મુકામે જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ ખંડીત કરવા અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે જૈન તીર્થકર પરમાત્મા  સમગ્ર જૈન સમાજ માટે ઉત્કૃષ્ટ કોટીના પૂજનીય અને વંદનીય છે. તાજેતરમાં પાવાગઢ મુકામે જૈન પ્રતિમાઓ ખંડીત થવાની નિંદનીય ઘટનાથી સમગ્ર જૈન સમાજ ભારે  આઘાત અને શોકની લાગણી અનુભવી રહયો છે. આપણા દેશમાં તમામ ધર્મના ઇષ્ટદેવો માટે સદભાવ અને સન્માન બધાને હોવુ જરૂરી છે. જેનાથી ભાઇચારો અને અખંડીતતા જળવાય રહે.

પાવાગઢ ખાતે જે પણ તત્વોએ આ અત્યંત નિંદનીય અને અનુચિત કૃત્ય કરેલ છે. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જે પ્રતિમાઓ ખંડીત થયા છે તેમનું અમારા ગુરૂ ભગવંતો સુચવે તે રીતે વિધિપુર્વક પુનઃસ્થાપન કરવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે.  તેમજ ભવિષ્યમાં ભારતભરમાં આ પ્રકારનું કોઇ કૃત્ય ન થાય તે જોવાની ખાસ તકેદારી લેવામાં આવે તે જ પ્રશાસન પાસેથી અપેક્ષા છે.

(3:19 PM IST)