News of Wednesday, 19th June 2024
આર્થિક ભીંસને લીધે ઢોસાના ધંધાર્થી અને ડ્રાઇવીંગ કરતા યુવાને ઝેર પીધું
જીવરાજ પાર્ક પાસે રહેતાં એમ. સુબ્રમણીએ રૈયા ચોકડીએ અને ભાવનગર રોડ પર મેરામબાપાની વાડી પાસે રહેતાં યુનુસશાએ ઘરે પગલુ ભરતાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૧૯: આર્થિક ભીંસને કારણે આપઘાતના પ્રયાસના બે બનાવ બન્યા છે. જેમાં ઢોસાના ધંધાર્થીએ અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાને ઝેરી દવા પી લેતાં બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
જીવરાજ પાર્ક નજીક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઢોસા-ઇડલીનો સ્ટોલ ચલાવતાં અને ત્યાં જ રહેતાં એમ.સુબ્રમણી મદાલીંગમ મુદલીયા (ઉ.વ.૪૩)એ રેૈયા ચોકડીએ ઉંદર મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર બાદ રજા અપાઇ હતી. સંતાનમાં બે પુત્ર છે. આર્થિક ખેંચને લીધે પગલુ ભર્યાનું જણાવાયું હતું.
બીજા બનાવમાં ભાવનગર રોડ સિલ્વર બેકરી સામે મેરામબાપાની વાડી સામે રહેતાં યુનુસશા રમજુશા જુણેજા (ઉ.વ.૪૦)એ ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. ધંધાકીય મંદી અને આર્થિક સંકડામણને લીધે પગલુ ભર્યાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભા વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ અને તોૈફિકભાઇએ યુનિવર્સિટી તથા થોરાળા પોલીસને જાણ કરી હતી.
(11:52 AM IST)










