<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

રાજકોટના જિલ્લા કલેકટર પ્રભવ જોષીનો જન્‍મદિન

રાજકોટઃ જિલ્લાના પ્રતિભાવંત કલેકટર શ્રી પ્રભવ જોષીનો જન્‍મ તા. ૧૯ જુન ૧૯૮૯ના દિવસે થયેલ આજે ૩૬માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી પ્રભવ જોષી ભૂતકાળમાં રાજકોટ ગ્રામ્‍યના પ્રાંત અધિકારી, કચ્‍છમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત રાજય મેડીકલ સર્વીસીઝ કંપનીના એમ.ડી. ઉત્તર ગુજરાત વીજ કંપની મહેસાણામાં એમ.ડી. વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૮૧-ર૪૭૩૯૦૦ મો. ૯૯૭૮૪ ૦૬રર૦ રાજકોટ

(12:01 PM IST)