<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કામાખ્‍યા શકિતપીઠ, વામાચાર અને વાસ્‍તવિકતા

કામાખ્‍યા શકિતપીઠ જયાં દેવી સતીની યોની પડી હતી તે જગ્‍યા ઉપર સ્‍થિત હોવાથી તેનું તાંત્રીક મહત્‍વ વધારે રહયું છે. તમામ સંપ્રદાયના તાંત્રિકો અહી સાધના અને સિધ્‍ધ માટે એકત્ર થાય છે

આપના દૈનિકમાં દેવી-કામાખ્‍યા અંગે પ્રગટ થયેલી માહીતીના આધારે વધુ પુરક માહીતી જણાવવાનું મન થાય છે, તે મુજબ દેવી કામાખ્‍યા મંદિર નહી પણ ભારતની સૌથી પ્રચલિત શકિતપીઠ છે. સદીઓથી તમામ પ્રકારના તાંત્રીકોને માટે આકર્ષણનું અનેરૂ મહત્‍વ ધરાવતુ આ સ્‍થળ ઉપર પુર્વના આસામના ગૌહાટી શહેરથી થોડે દુર નિલાંચલ પર્વત ઉપર સ્‍થીત છે. લગભગ તમામ સંપ્રદાયોના તાંત્રીકો, તંત્રના અભ્‍યાસુઓ, ભકતો માટે સાધનાપુર્તિ, સિધ્‍ધી મેળવવા માટે વિખ્‍યાત છે.

કામાખ્‍યા દેવીનું મંદિર અનેકવાર ફરીથી જીણોધ્‍ધાર પામેલુ છે. આસામના અહોમ મહારાજયના સમયગાળામાં તેની પ્રસિધ્‍ધિમાં ઘણો  વધારો જોવા મળ્‍યો.  લોકવાયકા અનુસાર તે મંદિરના બાંધકામમાં વપરાયેલી ઇંટોમાં અલ્‍ય માત્રામાં સુર્વર્ણ (સોનુ) મુકેલું હતું. અહોમ રાજય ઉપર થયેલા વિધર્મી આક્રમણો ના કારણે ઉદભેવેલી તે સમયની સ્‍થીતીમાં શકિતપીઠનું મહત્‍વ ઘટી ગયું હતું કામાખ્‍યા શકિતપીઠ જયાં દેવી સતીની યોની પડી હતી તે જગ્‍યા ઉપર સ્‍થીત હોવાથી તેનુ તાંત્રીક મહત્‍વ વધારે રહયું છે. ભારતીય તંત્રશાષાના અઘોરી, કાપાલિક, કૌલ, સિધ્‍ધ વગેરે અનેક ફોટા છે. તેમાના લગભગ તમામ સંપ્રદાયના તાંત્રિકો અહી સાધના અને સિધ્‍ધ માટે એકત્ર થાય છે.

કહેવાય છે કે જુના જમાનામાં અહી બલિ ચડાવાતા હોવાની વ્‍યાપક માન્‍યતાને કારણે અંગ્રજોના શાસન કાળમાં આ પ્રથા  સંદતર બંધ થઇ ગઇ કે અંગ્રજો દ્વારા બંધ  કરાવી દેવાઇ તેનું કોઇ પ્રમાણ હાલ ઉપલબ્‍ધ નથી પરંતુ આજે પણ મંદિરમાં બલી પ્રથા ચાલુ રહી હોવાનું બહાર પડેલા અહેવાલો મારફતે પ્રકાશમાં આવેલુ જ છે. ગત થોડા વર્ષો પહેલા  ઉધોગપતિ અભિનેતા સહીતનાઓએ પાડાનો બલી આ સ્‍થળે આપ્‍યાના અખબારી અહેવાલોએ ભારે ચર્ચા જગાવી હતી. ત્‍યારે ઉપરોકત સૌ કોઇએ આવુ કંઇ જ ન કર્યાની જાહેર સ્‍પષ્‍ટતા કરતા વાત ઠંડી પડી ગઇ.

કામાખ્‍યા મંદિરના અંગે એક દંતકથા એવી છે કે અંબુવાસી (જે દિવસોમાં દેવી કામાખ્‍યા રજસ્‍વલા થાય છે) ઉત્‍સવ દરમ્‍યાન ત્‍યાંના રાજકુમારે આ સમયગાળામાં બંધ મંદિરમાં શું થાય છે તેની ઉત્‍સેકતાને લઇને મંદિરના પુજારીને દરવાજા ખોલવા જણાવાયુ પરંતુ પુજારીએ આનો ઇન્‍કાર કરતા રાજકુમારે ધાકધમકીથી મંદિરની દિવાલમાં એક છીદ્ર કરાવ્‍યુ અને રાત્રે રાજકુમારે છીદ્રમાંથી અંદર દ્રષ્‍ટ્રી કરતા એક અત્‍યંત મનોહારી નવયોૈવનાસ્ત્રીવષા વિહીન અવસ્‍થામાં મંદિરમાં નૃત્‍ય કરી રહી હતી. આ જોઇ હોશહવાસ ખોઇ ચુકેલા રાજકુમાર સ્‍થળકાળ ભુલી ગયો તે જ અરસામાં પેલી નવયૌવનાની દ્રષ્‍ટ્રીમાં આ કપટ આવી જતા તેની આંખોમાંથી પ્રગટ થયેલા દિવ્‍યઅગ્નીએ પ્રથમ પુજારીનો ત્‍યારબાદ રાજકુમારનો ભોગ લીધો.

કામાખ્‍યા મંદિરની આસપાસ દશમહાવિધાના અલગ અલગ મંદિરો આવેલા છે. આ મહાવિધાઓના સાધકો ત્‍યાં પુજા-સાધના અંગે કાર્યરત હોય છે. મે સાધનાના કારણોસર કામાખ્‍યા શકિતપીઠની મુલાકાત ઘણીવાર લીધી છે. ગૌહાટી શહેરમાંથી નિલાંચલ પર્વત ઉપર સરકારી બસ દ્વારા અને ખાનગી વાહન દ્વારા સહેલાઇથી જઇ શકાય છે. તંત્ર એવો વિષય છે જેમાં વામાચાર કે પંચમકાર સાધનાનું અવિભાજપ અંગ મનાય છે. માંસ, મૈથુન, મંદિરા, જેવા પંચ ‘‘મ'' કાર ઉપયોગમાં લેવાય છે. કામાખ્‍યા તંત્રમાં આના વર્ણનો ઘણા વિસ્‍તૃત રીતે આપવામાં આવ્‍યા છે. દેવી કામાખ્‍યાની તામસી સાધના વિશેષ પ્રચલીત છે સાત્‍વિક સાધના કરવા વાળો એક અલ્‍ય વર્ગ છે. કામાખ્‍યા શકિપીઠમાં સાધના-સિધ્‍ધી પામેલા તાંત્રિકો શકિતશાળી હોવાની એક માન્‍યતા છે. કહેવાય છે કે વર્ષો પહેલા કુંભના મેળામાં આવેલા કામાખ્‍યાના એક તાંત્રીકે પોતાનું ત્રિશુલ જમીનમાં સ્‍થીર કરી તેને ઉખાડી ફેકી દેવાનો પડકાર અન્‍યોને ફેકેલો પરંતુ કોઇપણ સાધના કે શકિતથી તેનુ ત્રિશુલ હલાવી સુધ્‍ધા નહોતુ શકયું.

અંબુવાસીના દિવસોમાં ગુફાના કુંડમાં રહેલુ પાણી લાલ થઇ જાય છે. અને આ લાલ પાણીમાં કાપડના ટુકડા, વષા વગેરે ભીંજવીને તાંત્રીકો અને ભાવિકો સાથે લઇ જાય છે. જેને શુભ અને સાધનામાં યોગ્‍ય પરિણામ લાવનારૂ મનાય છે. આ ઉપરાંત મંદિરમાં એકસ્ત્રીની ઉભડક બેઠેલી મુર્તી છે તે મુર્તીને કામાખ્‍યા દેવીનું સ્‍વરૂપ માની શ્રધ્‍ધાળુઓ , તાંત્રીકો વગેરે આસ્‍થા ધરાવનારસ્ત્રી પુરૂષો આસ્ત્રી સ્‍વરૂપ મુર્તીની યોનીમાં કંકુ વગેરે લગાવે છે. એમ મનાય છે કે એક ચોકકસ અનુષ્‍ઠાનના ભાગ સ્‍વરૂપે દેવી કામાખ્‍યાની પ્રતિમાં અંબેુવાસીના દિવસો સીવાયના સમયગાળામાં પુજારીઓ દ્વારા મંદિર પરીસરમાં કાઠી ત્‍યાં ૪ ફેરવવામં આવે છે.

કામાખ્‍ય શકિતપીઠ રહસ્‍યોથી ભરપુર છે. છતા આપણે સૌ પોતાના ઇષ્‍ટદેવ કે માતાજીની ભકિત દ્વારા સાચુ શ્રેયકર જીવન પામીએ તે જ શ્રેષ્‍ઠ છો સહજ સ્‍વાભાવિક છે. 

આશિષ યોગેન્‍દ્ર દવે

તંત્રશાષત્ર -અભ્‍યાસુ

રાજકોટ

(3:29 PM IST)