તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
માધવ પાર્કમાં ‘હિટ એન્ડ રન': ચાલીને જઇ રહેલા વૃધ્ધાને બાઇકે ઉલાળતા મોત
તા. ૭ના રાત્રે રમાબેન મુંગરા ઘરેથી આંટો મારવા નીકળ્યા'તાઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૯: આજીડેમ નજીક ખોડલધામ રોડ પર માધવ પાર્કમાં બનેલી ‘‘હિટ એન્ડ રન''ની ઘટનામાં અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા વૃધ્ધાનું મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ માધવ પાર્કમાં રહેતા રમાબેન રણછોડભાઇ મુંગરા (ઉ.વ. ૭૩) ગત તા. ૭ના રોજ રાત્રે તે ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા. ઘર પાસે કોઇ અજાણ્યા બાઇકના ચાલકે તેને હડફેટે લેતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી અકસ્માત સર્જી ચાલક બાઇક લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ વૃધ્ધાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. દીગ્પાલસિંહ જાડેજા સહિતે તપાસ હાથ ધરી છે. મૃતક રમાબેનને સંતાનમાં એક પુત્રી છે. તે દીકરી-જમાઇ સાથે રહેતા હતા.
(2:36 PM IST)










