તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
શ્રેયસ સહિતના ખેલાડીઓ ટીઆરપી ગેમઝોનમાં ગયા હતા
સલામતીની કોઇ વ્યવસ્થા ન હતી તેવા ટીઆરપી ગેમઝોનની મુલાકાત ખેલાડીઓ લઇ ચૂકયા છે...! : ર૦રર માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટુર્નામેન્ટ રમવા અમન ખાન, સીરાજ પાટીલ, સરસ મુલાની સહિતના ખેલાડીઓ રાજકોટ આવ્યા હતાઃ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ

રાજકોટ : અગિ્નકાંડને હજુ એક મહિનો થયો નથી. કેટલાય મોટા માથાઓના તપેલા ચડી ગયા છે અને હજુ પણ અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. દરમિયાન શ્રેયસ ઐય્યર સહિતના ક્રિકેટરોએ આ ટીઆરપી ગેમઝોનની મુલાકાત બે વર્ષ અગાઉ લીધી હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ ર૦રર માં ઓકટોબર મહિનામાં શ્રેયસ ઐય્યર, અમન ખાન, સીરાજ પાટીલ, સમસ મુલાની, સૂર્યન્સ સેડગી અને હાર્દિક તોમર ટીઆરપી ગેમઝોનની મુલાકાત લીધી હતી અને વિવિધ ગેમ્સની મજા માણી હતી. આ અંગે ટીઆરપી ગેમઝોનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ વિડીયો અપલોડ કરવામાં આવેલ.
ર૦ ઓકટોબર ર૦રર ના ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે.
આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી શ્રી હિમાંશુભાઇ શાહ સાથે વાત કરતાં તેઓએ જણાવેલ કે આ ખેલાડીઓ ર૦રર માં ઓકટોબરમાં ડોમેસ્ટીક ક્રિકેટ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમવા માટે રાજકોટ આવ્યા હતા. પરંતુ આ ખેલાડીઓ ટીઆરપી ગેમઝોનમાં ગયા હતા તે બાબતે કોઇ જાણ નથી.
(3:05 PM IST)










