<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

શહેરના રાજમાર્ગો પર કાલથી પર CNG બસો દોડશે

ડીઝલ સીટી બસને ગુડબાય : પ્રદુષણના સ્‍તરમાં નોંધપાત્ર ઘટાડો થશેઃ ર૦ ને ગુરૂવારના સાંજે ૬.૧પ કલાકે સાંસદ પરસોતમભાઇ રૂપાલા બસને ફલેગ ઓફ આપી પ્રારંભ કરાવશેઃ ટૂંક સમયમાં વધુ ૪૮ બસો શરૂ થશે

રાજકોટ, તા. ૧૯ :  મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્‍સર્જનમાં ઘટાડો કરવાના ભાગરૂપે શહેરમાં ડીઝલ ફયુઅલ સંચાલિત બસનાં સ્‍થાને સી.એન.જી. ફયુઅલ સંચાલિત સિટી બસ ચલાવવામાં આવશે  ત્‍યારે  રાજકોટ રાજપથ લિ.' દ્વારા સંચાલિત ‘રાજકોટ મ્‍યુનિસિપલ ટ્રાન્‍સપોર્ટ સર્વિસ'માં ૫૨(બાવન) ડીઝલ ફયુઅલ સંચાલિત બસનાં સ્‍થાને ૫૨ નવી સી.એન.જી. ફયુઅલ સંચાલિત સિટી બસ શરૂ કરવામાં આવશે. શહેરના પ્રદુષણના સ્‍તરમાં નોંધપાત્ર ઘટાડો થશે.નવી ૫૨ પૈકી ૧૦  સી.એન.જી. ફયુઅલ સંચાલિત સિટી બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) રાજકોટના સાંસદ  પરસોતમભાઈ રૂપાલાના હસ્‍તે  કાલે તા. ર૦ ના સાંજે ૬:૧પ કબલાકે મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખાતેથી કરવામાં આવશે.  આગામી દિવસો વધુ નવી ૪૮ સી.એન.જી. ફયુઅલ સંચાલિત સિટી બસ શરૂ કરવામાં આવશે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  મહાનગરપાલિકાની સંપૂર્ણ હસ્‍તાંતરિત એસ.પી.વી. ‘રાજકોટ રાજપથ લિ.' દ્વારા સંચાલિત ‘રાજકોટ મ્‍યુનિસિપલ ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસ'થી શહેરના નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહેલ છે. ‘રાજકોટ મ્‍યુનિસિપલ ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસ' દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે જેમાં હાલ ૫૨(બાવન) ડીઝલ ફયુઅલ સંચાલિત તેમજ ૬૫ ઇલેક્‍ટ્રિક બસ(૨૦ બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં ૪૫) ચલાવવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કાર્બન ઉત્‍સર્જનમાં ઘટાડો કરવાના ભાગરૂપે હાલમાં કાર્યરત ડીઝલ ફયુઅલ સંચાલિત બસના સ્‍થાને નવી સી.એન.જી. ફયુઅલ સંચાલિત બસ શરૂ કરવાનો નિર્ણય કરેલ. જે અંતર્ગત ‘રાજકોટ રાજપથ લિ.' દ્વારા શહેરી બસ સેવા માટે ૧૦૦ નોન એ.સી. સી.એન.જી. મીડી બસ (ડ્રાઈવર તથા કંડકટર સહિત)ના પ્રોકયોરમેન્‍ટ તથા ગ્રોસ કોસ્‍ટ મોડલથી સપ્‍લાય કરવાના કામની જરૂરી ટેન્‍ડર પ્રક્રિયા કરીને એજન્‍સીને કોન્‍ટ્રાકટ આપવામાં આવેલ છે. આ કામની એજન્‍સીને ગ્રોસ કોસ્‍ટ મોડેલથી ડ્રાઇવર, કન્‍ડક્‍ટર, ફયુલ, ઓપરેશન તથા મેઈનટેનન્‍સ સાથે ૦૮ વર્ષ ચલાવવા માટે ૧૦૦ સી.એન.જી. ફયુઅલ સંચાલિત બસ શરૂ  જણાવેલ છે.

જે અંતર્ગત એજન્‍સી દ્વારા પ્રથમ તબક્કામાં શહેરમાં હાલમાં કાર્યરત ૫૨(બાવન) ડીઝલ ફયુઅલ સંચાલિત બસના સ્‍થાને નવી ૫૨(બાવન) સી.એન.જી. ફયુઅલ સંચાલિત બસ શરૂ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનું નિમંત્રણ પાઠવતાં રાજકોટ મહાનગરપાલિકાના સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ જણાવે છે કે, આ નવી ૫૨(બાવન) સી.એન.જી. ફયુઅલ સંચાલિત બસ પૈકી ટોકન સ્‍વરૂપે ૧૦(દસ) બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) આવતીકાલે તા.૨૦ મી જુન,૨૦૨૪ના  સાંજે ૬.૧૫ કલાકે મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખાતેથી રાજકોટના સાંસદ  પરસોતમભાઈ રૂપાલાના  હસ્‍તે કરવામાં આવશે અને શહેરમાં ૫૨ ડીઝલ ફયુઅલ સંચાલિત બસના સ્‍થાને નવી ૫૨(બાવન) સી.એન.જી. ફયુઅલ સંચાલિત બસ શરૂ થશે. આ લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને કાર્યકારી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા ઉપસ્‍થિત રહેશે.

આ નવી ૫૨ સી.એન.જી. ફયુઅલ સંચાલિત બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સાંસદ રામભાઇ મોકરીયા,  રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,  ધારાસભ્‍યશ્રીઓ ઉદયભાઈ કાનગડ,  ડૉ.દર્શિતા શાહ,  રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍?યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય,  શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા,  વિરેન્‍દ્રસિંહ  ઝાલા અને ડૉ. માધવ દવે,  રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્‍થિત રહેશે.

શહેરમાં નવી સી.એન.જી. ફયુઅલ સંચાલિત બસ શરૂ થવાથી કાર્બનના સ્‍તરમાં તથા પ્રદુષણનાં  સ્‍તરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને શહેરી ટ્રાન્‍સપોર્ટેશનમાં સારી સુવિધા પ્રાપ્ત થશે.

(3:08 PM IST)