<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ઓમ ડિવાઇન યોગ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાશે સર્ટિફિકેટ અને નાસ્‍તાનું પણ આયોજન

રાજકોટઃ યોગાચાર્ય અજય મકવાણા અને ઓમ ડિવાઇન યોગ ફાઉન્‍ડેશનની ટીમ દ્વારા ૨૧ જૂન સવારે ૬:૪૫ થી ૮ સુધી વિશ્વ યોગ દિવસની ઉજવણી શ્રી રામ ઝરૂખા મંદિર, કિશોરસિંહજી સ્‍કૂલ સામે, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે કરવામાં આવશે. ઓનલાઇન અને ઓફલાઇન યોગમાં જોડાવા માટે વોટસએપ ૯૪૨૯૭ ૮૬૮૯૧ યોગમાં હાજર રહેલ સાધકોને સર્ટીફિકેટ અને નાસ્‍તો આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઇ રાણપરા, જિમ્‍મીભાઇ મહેતા, વિજયભાઇ ચૌહાણ, નિલેશભાઇ સોરઠીયા, કુસુમબેન જાની, કિરણબેન રાણપરા, કોમલબેન હિંગુ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:39 PM IST)