<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

અગ્નિકાંડ માટે સરકારે રચેલી ૩ સનદી અધિકારીઓની સમિતિ રાજકોટમાં

મનીષા ચંદ્રા, પી.સ્વરૂપ અને રાજકુમાર બેનિવાલ સહિતના ઓફિસરો બપોરે કલેકટર કચેરી ખાતે મનપાના અધિકારીઓ સાથે બનાવની ચર્ચા, માહિતી મેળવી

રાજકોટ,તા. ૧૯: રાજકોટના અગ્નિકાંડ માટે બેદરકાર રહેલા અધિકારીઓ, કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા આખરે રાજય સરકારે  રચેલી મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ અને રાજકુમાર બેનિવાલ સહિત ત્રણ સનદી અધિકારીઓની કમિટીઓને બપોરે ૪ વાગ્યા આસપાસ રાજકોટ કલેકટર કચેરી ખાતે મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ સાથે બનાવની ચર્ચા કરી વધુ માહિતી મેળવી હતી.

ગુજરાત હાઇકોર્ટની ફટકાર અને આદેશ પ્રમાણે સરકારને આ કમિટી બનાવવાની ફરજ પડી છે. આ કમિટીમાં ત્રણ આઈએએસ અધિકારી મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ અને રાજકુમાર બેનિવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ અધિકારી રાજકોટના ગેમઝોનની ક્ષતિઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ દાખવેલી બેદરકારી અંગે ઘટના અંગે સંકળાયેલા તમામને પૂછપરછ માટે બોલાવશે.

આ ત્રણ ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરી છે. આ કમિટી તપાસ કરીને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારને રિપોટ સુપરત કરશે અને તેઓ ૪થી જુલાઈએ હાઈકોર્ટને આપશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સનદી અધિકારીઓની ત્રણ સભ્યોની ટીમ આજે બપોરે ૪ કલાકે રાજકોટ કલેકટર કચેરી ખાતે મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ મળ્યા હતા. અને બનાવની  ચર્ચા વિચારણા કરી હતી.  ફરી વખત જરૂર પડશે તો રાજકોટની મુકાલાત આ ટીમ લેશે તેમ સુત્રોમાંથી જણાવા મળ્યુ છે.

(4:00 PM IST)