<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

બેડી ગામ નજીક વાડીમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ તીનપત્તીનો જુગાર રમતા પ ઝડપાયા

હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા અને કોન્સ. વાલજીભાઇ જાડાની બાતમીઃ રૂ. ર૭ હજાર રોકડ સહિત ૧.૯૩ લાખની માલમત્તા કબ્જે

રાજકોટ તા. ૧૯: બેડી ગામ નજીક આવેલા વોંકળા પાસે આવેલી વાડીમાં જુગારધામ ચાલતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બેડી ગામ નજીક વોંકળા પાસે ઘનશ્યામ મેરામભાઇ બાલાસરાની વાડીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા અને કોન્સ. વાલજીભાઇ જાડાને બાતમી મળતા પી.એસ.આઇ. એમ. જે. હુણ તથા સ્ટાફે બેડી ગામ પાસે વાડીમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા બેડી ગામના અજય જયતાભાઇ કાનગડ, ભાવેશ મેણંદભાઇ કાનગડ, ભીખા બોઘાભાઇ બાલાસરા, વિશાલ જયતાભાઇ કાનગડ, રાહુલ લાભુભાઇ ગોગરાને પકડી લઇ રૂ. ર૭,૦ર૦ રોકડા, પાંચ મોબાઇલ ફોફન અને પાંચ વાહનો મળી રૂ. ૧,૯૩,૦ર૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વાડી માલીક ઘનશ્યામ બાલાસરાની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઇ. એમ. જે. હુણ, હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, અમીતભાઇ અગ્રાવત, કોન્સ. નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા તથા પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

માઉન્ટેન્ડ લાઇન પાસે

જુગાર રમતા ૩ ઝડપાયા

માઉન્ટેન્ડ લાઇન પ૩ કવાર્ટર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પ્ર.નગર પોલીસ મથકના કોન્સ. તુલસીભાઇ તથા ઇમરાનભાઇને બાતમી મળતા માઉન્ટેન્ડ લાઇન પ૩ કવાર્ટર શેરી નં. ૪ માં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પ૩ કવાર્ટર શેરી નં.૪ માં રહેતા ઉમર આમદભાઇ ચાનીયા, મુસ્તાક સુમારભાઇ સુમરા અને ઇમ્તીયાઝ જુસબભાઇ સુમરાને પકમડી લઇ રૂ.૪૩પ૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.આ કામગીરી પી.એસ.આઇ. આઇ. એ. બેલીમ, કોન્સ. તુલસીભાઇ અને ઇમરાનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:04 PM IST)