<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કલેકટર કચેરીમાં MSME ઉદ્યોગોના સેટલમેન્ટ અંગે પ્રથમ વખત ઓનલાઇન સૂનાવણી

એડી. કલેકટર દ્વારા કૂલ રપ કેસોમાંથી ગુજરાત બહારના ર૧ કેસો આજે પ્રથમ મુદ્દતે હાથ ઉપર લેવાયા... લાખો-કરોડોનો મામલોઃ કૂલ ૧૮૦૦ કેસ પેન્ડીંગઃ એકી સાથે આખો કેમ્પ કરવા તંત્રની વિચારણાઃ રાજકોટ ચેમ્બર સાથ આપશે..

રાજકોટ તા. ૧૯: રાજકોટ કલેકટર કચેરીમાં આજે MSME ઉદ્યોગોના સેટલમેન્૭ અંગે બપોરે ૧ર વાગ્યાથી એડી. કલેકટર શ્રી ચેતન ગાંધી સમક્ષ રપ કેસો અંગે સુનાવણી શરૂ થઇ છે.

અત્રે એ નોંધનીય છે કે ઉદ્યોગ-ઉદ્યોગો વચ્ચે તથા ઉદ્યોગો-સરકાર વચ્ચેના કુલ ૧૮૦૦ જેટલા કેસો પેન્ડીંગ છે, સરકારે દરેક જીલ્લા અંગે આવા કેસો ચલાવવા અંગે એડી. કલેકટરના અધ્યક્ષપદે કમિટી બનાવી છે, જેમાં ચેમ્બરના બે પ્રતિનિધી સહિત કુલ પ સભ્યો છે. એડી. કલેકટર પાસે કુલ પ૦ લાખ સુધીના કેસો ચલાવવા અંગે પાવર અપાયા છે.

આજે શ્રી ચેતન ગાંધીએ એકી સાથે કૂલ રપ કેસો અંગે સુનાવણી હાથ ધરી તેમાંથી ર૧ કેસો રાજય બહારના છે, અને તે સંદર્ભે કલેકટર કચેરીમાં પ્રથમ વખત ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી, આ તમામ કેસમાં આજથી પ્રથમ મુદત હતી, કુલ ૬ જેટલી મુદ્દતો બાદ તંત્ર દ્વારા નિર્ણય લેવાનો હોય છે.

અત્રે એ ઉમેરવું જરૂરી કે કુલ ૧૮૦૦ જેટલા કેસો હોય, તંત્ર એકી સાથે ૧ દિવસમાં સંખ્યાબંધ કેસો અંગે સુનાવણી હાથ ધરી કેસોનો ઝડપી નિકાલ થાય તે અંગે કાર્યવાહી કરવા આગળ વધ્યું છે, આથી કલેકટર કચેરી બહાર કોઇ મોટા હોલમાં આખો વિશેષ કેમ્પ યોજી સુનાવણી હાથ ધરાશે, આ માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પણ સહકાર આપવા તૈયાર હોવાનું એડી. કલેકટર શ્રી ચેતન ગાંધીએ ''અકિલા''ને જણાવ્યું હતું.

(4:16 PM IST)