<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં અગાસી પરથી પટકાતાં ૧ાા વર્ષની વીણાનું મોત

એકની એક દિકરીના મૃત્યુથી નકુમ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૯: ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર-૧૨/૬ના ખુણે રહેતાં પરિવારની દોઢ વર્ષની દિકરી અગાસી પરથી પડી જતાં ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્યા મુજબ શાસ્ત્રીનગરમાં રહેતાં હિતેષભાઇ નકુમની દિકરી વીણા (ઉ.વ.૧ાા) સવારે ઘરે રમતી રમતી અગાસી પરથી પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં અર્ધબેભાન હાલતમાં ખસેડવામાં આવી હતી. બપોરે તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. વીણા માતા-પિતાની એકની એક દિકરી હતી. પિતા પ્લમ્બીંગ કામ કરે છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ અને ધર્મેન્દ્રભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

બેભાન હાલતમાં ચુનારાવાડની ફાલ્ગુનીબેન પોરેનું મોત

ચુનારાવાડ ચોક રામનગરમાં રહેતી ફાલ્ગુનીબેન વિનયભાઇ પોરે (ઉ.વ.૪૦) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ બપોરે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(4:09 PM IST)