News of Wednesday, 19th June 2024
બાજુમાં ગુલ અને નજરમાં બહાર હાથમાં જામ આંખડી માં ખુમાર, આવી પહોંચી સવારી 'ઘાયલ'ની, બાઅદબ બામુલાહીજા હોશિયાર...
આકાર ઇવેન્ટસ દ્વારા કવિ અમૃત 'ઘાયલ' ની ભાવવંદના સાથે કવિ-શાયર અને ગઝલકારનો અનોખો કાર્યક્રમ 'આઠો જામ ખુમારી'

રાજકોટઃ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી આકાર ઇવેન્ટ્સ- નયન ભટ્ટ - મૃણાલિની ભટ્ટ પ્રસ્તુત આકાર ઇવેન્ટ્સ દ્વારા કવિશ્રી અમૃત 'ઘાયલ' ની ભાવવંદના સાથે કવિ- શાયર અને ગઝલકારાનો એક અનોખો કાર્યક્રમ 'આઠોં જામ ખુમારી' યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં પલ્લવીબેન વ્યાસે સૌનું સ્વાગત કર્યુ ત્યાર પછી કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે અમૃત 'ઘાયલ' પરિવારમાંથી મિલનભાઇ ભટ્ટ અને નિલેશભાઇ ભટ્ટએ દીપપ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકયો હતો.
આ કાર્યક્રમનું સંચાલન, વિભાવના અને પરિકલ્પના વિરલ રાચ્છ (જાણીતા નાટય લેખક દિગ્દર્શક, સંચાલક) તથા યુવા કવિ ગીતકાર મિલિન્દ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. અને ઘાયલ સાહેબના જીવન કવન વિશેની વાતો કરી અને ઘાયલ સાહેના ગીતો ગઝલોને પોતાની આગવી શૈલી થી રજૂ કરી પ્રેક્ષકોની જબરજસ્ત દાદ મેળવી હતી. કાર્યક્રમમાં રાજકોટના તમામ કવિઓએ હાજરી આપી હતી.
કલાનિકેતન રાજકોટના નાટયવિદ ભરત યાજ્ઞિક, કવિ ભાસ્કર ભટ્ટ, કવિ ડો. લલિત ત્રિવેદી, કવિ દિલીપ જોશી, કવિ મહેન્દ્ર જોશી, કવિ દિપક ત્રિવેદી કવિ સંજુ વાળા, કવયિત્રી લક્ષ્મીબેન ડોબરીયા, નરેશ સોલંકી, સાહિલ પંડયા એ હાજરી આપી હતી. આકાર ઇવેન્ટ દ્વારા ઘાયલ સાહેની હાજરી રહે એ માટે તેમની ીવડિયો કિલપ રજૂ કરીને નવોદિત કવિ શાયરો વચ્ચે ઘાયલ કાકાની ખુમારી કેવી હતતી એ જોઇને પ્રોત્સાહન કાર્યક્રમમાં કવિની ભાવવંદના સ્વરૂપ અમૃત ઘાયલના પુસ્તક '' ભારતીય સાહિત્યના નિર્માતા અમૃત ઘાયલ'' નું લોકાપર્ણ તેમના પૌત્રી દિશા નીલેશભાઇ ભટ્ટ દ્વારા કરવામાં અવ્યું હતુ.
કવિ ડો. નીતિન વડગામાએ વકતાની ભૂમિકા ભજવી હતી. કવિ અમિત વ્યાસે ગઝલ આગમન કર્યુ . તેમજ પલ્લવી વ્યાસ, હીના મહેતા, અને ચેતન ટાંક દ્વારા પણ સરસ રીતે ગઝલ પઠન કરવામાં આવ્યું હતું. સંગીરકાર અને સ્વરકાર શૈલેષ પંડયા, ગાયક કલાકાર ઋષિકેશ પંડયા, ઉર્વશી પંડયા, સંદિપ પ્રજાપતિ, તૃપ્તિ દવે, તેમજ વાઘ વૃંદ સચિન શર્મા દેવાંગ જાની, ઓમ જાની, મહર્ષિ શિંગાળા યુગ રાઠોડ પોતાની કળા દ્વારા કવી ગઝલકાર અમૃત ઘાયલ ની અલગ અલગ ૯ ગઝલો પ્રસ્તુતિ કરી પ્રેક્ષકોની દાદ મેળવી હતી.
કાર્યક્રમ સફળ બનાવવા આકાર પરિવારના નયર ભટ્ટ-મૃણાલીની ભટ્ટ તેમજ પ્રોડકશન મેનેજર શ્રી ચેતન ટાંક, અને હર્ષિત ઢેબર, દર્પણ સોની રમેશ સાલાણી, ગુલામ હુસૈન આગવાન, ગીતાંશ સ્વાદીયા પાર્થ જાની, દર્પણ સોની એ જહેમત ઉઠાવી હતી.
(4:20 PM IST)










