<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

સાંસદ તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વખત પરસોતમભાઇ રૂપાલા મનપાની મુલાકાતેઃ વિવિધ પ્રશ્નોની ચર્ચા

રાજકોટ,તા. ૧૯: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ચૂંટાયા બાદ પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકા ખાતે સાંસદ પરસોતમભાઈ રૂપાલા મેયર સહિતના પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી વિવિધ મુદ્દે ચર્ચા, વિચારણા કરી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ચૂંટાયા બાદ પ્રથમ વખત રાજકોટના સાંસદશ્રી પરસોતમભાઈ રૂપાલાએ રાજકોટ મહાનગરપાલિકા ખાતે ગત તા.૧૪ શુક્રવારના વિશ્વ યોગ દિવસની મિટીંગ અન્વયે પધારેલ હતાં. આ મિટીંગ પહેલા સાંસદએ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ હતી.

આ દરમિયાન તેઓએ રાજકોટ મહાનગરપાલિકા સ્થિત શાસકપક્ષ કાર્યાલયની મુલાકાત લીધેલ હતી. આ સમયે મુલાકાત ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા,ઙ્ગડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,ઙ્ગસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,ઙ્ગશાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,ઙ્ગશાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર ભાવેશભાઇ દેથરીયા, નીલેશભાઇ જલુ, તથા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:23 PM IST)