<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

આજીડેમ માંડા ડુંગર પાસેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

રાજકોટ તા.૧૯: આજીડેમ માંડા ડુંગર પાસે એક અજાણ્‍યા યુવાનની પાણીમાંથી લાશ મળી આવતા આજીડેમ પોલીસે તપાસ હાથધરી છે.

મળતી વિગત મુજબ આજીડેમ માંડા ડુંગર પાસે ડેમમાં આશરે ૩૦ વર્ષના અજાણ્‍યા યુવાનન લાશ તરતી હોવાની કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્‍ટાફે તાકીદે સ્‍થળપર પહોંચી લાશને બહાર કાઢી જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્‍સ. હેમાંતભાઇ ધરજીયા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથધરી છે. પોલીસ તપાસ દરમ્‍યાન કાંઠા પાસેથી એક બાઇક રેઢુ પડેલુ જોવા મળતા તેના નંબરના આધારે આ બાઇક રૈયા રોડ પર હનુમાન મઢી પાસે રહેતો વીકી નાગજીભાઇ જાટીયા (ઉ.વ.૩૦) ના નામનું હોવાનું જાણવા મળતા આ યુવાનની ઓળખ મેળવવા તપાસ આદરી છે

(4:40 PM IST)