તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
શનિવારે રાજકોટમાં લોકડાયરો સંતવાણી
ભુપતભાઇ ડો. વર્ષા મહેતા સાગરભાઇ બારોટ સહિત ના કલાકારો જમાવટ કરશે (વિનુજોષી દ્વારા)

જુનાગઢઃ તા. ૨૦ રાજગોર બ્રાહમણ જ્ઞાતિ સેવા સંઘ સંચાલિત રાજગોર બ્રાહમણ વિદ્યાર્થી ભુવન રાજકોટના લાભાર્થે અને તા. ૧૨ જુનના રોજ અવસાન પામેલ ભાનુશંકર ભાઇ અંબાશંકરભાઇ મહેતા સદગતના માોર્થે આગામી તા. ૨૨ ને શનિવારે રાત્રે ૯ કલાકે હિતેન્દ્રભાઇ મહેતા શિવબાલક કેશરીયા હનુમાન મંદિર સામે રૈયાગામ રાજકોટ ખાતે સંતવાણી નો કાર્યક્રમ રાખેલ છે. જેમાં રાજકોટના કલાકારો ભુપતભાઇ મહેતા લોકગાયિકા ડો.વર્ષા મહેતા સુરેશભાઇ ભરાડ તેમજ લોકસાહિત્યકાર સાગરભાઇ બારોટ અને જામનગરના દિવ્યેશ માઢક સહિતના કલાકારો જમાવટ કરેશે જેનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. ૯૪૨૮૪ ૬૩૬૦૬ સંપર્ક સાધવો.
(2:02 PM IST)










