<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

દેશની વિખ્‍યાત આલ્‍કેમ લેબોરેટરીઝની દવા મીસ બ્રાન્‍ડેડઃ લાખોનો દંડ

એડી. કલેકટર પાસે કેસ ચાલી જતા કંપનીને તેના ઓનરને અને કંપનીના હોલસેલર થઇને ૯ લાખનો દંડ કરાયો : આ ઉપરાંત અન્‍ય એક દવા કંપની - તેના ઓનર અને ત્રણ સહિત કુલ પને ૬ લાખ ૩૦ હજારનો દંડ

રાજકોટ તા. ર૦ :.. રાજકોટના એડી. કલેકટરશ્રી ચેતન ગાંધી પાસે ફુડ એન્‍ડ ડ્રગ  દ્વારા ૩ મહિના પહેલા બે દવા કંપનીની દવાના લેવાયેલ નમુના મીસ બ્રાન્‍ડેડ, અને સબ સ્‍ટાર્ન્‍ડ જાહેર થતા બંને કંપનીને ઓનર તથા સ્‍ટોડીસ્‍ટ સહિત કુલ ૮ લોકોને ૧પ લાખ ૩૦ હજારનો દંડ ફટકારી ચૂકાદો જાહેર કરી તાકિદે નાણા જમા કરાવી દેવા ગઇકાલે આદેશો કર્યા હતાં.

એડી. કલેકટર શ્રી ચેતન ગાંધીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે દેશની વિખ્‍યાત આલ્‍કેમ લેબોરેટરીઝ લીમીટેડ (મહારાષ્‍ટ્ર)ને તેની વીટામીનની દવાના નમુના મીસ બ્રાન્‍ડેડ જાહેર થતા કંપનીને ૩ લાખનો દંડ ફટકારયો છે, તો તેના ઓનર-મેન્‍યુ. રવીન્‍દ્ર ચાકીસમ (સિકિકમ) તે પણ ૩ લાખનો દંડ ફટકારાયો છે, આ રવીન્‍દ્ર ચાંકીસમ પોતાના વકિલ સાથે ગઇકાલે હાજર રહ્યા હતાં.

શ્રી ચેતન ગાંધીએ ઉમેર્યું હતું કે આ ઉપરાંત અમદાવાદના હોલસેલર નરેન્‍દ્ર પંચાલને પણ ૩ લાખ રૂપિયાનો દંડ કરાયો છે, વિખ્‍યાત આલ્‍કેમ લેબોરેટરીઝની દવા મીસ બ્રાન્‍ડેડ અને દંડ થતા સનસનાટી મચી છે.આ ઉપરાંત શ્રી ચેતન ગાંધીએ જણાવેલ કે, અન્‍ય એક દવા કંપની ન્‍યુરી ટ્રેકયુકલને તેમની ટેબ્‍લેટ ડાયટરી સપ્‍લેમેન પ્રો. એ. ઝેડના નમુના મીસ બ્રાન્‍ડેડ અને સબ સ્‍ટાન્‍ડર્ડ થતા કંપનીને રૂા. ૩ લાખ, તેના ઓનર સોની ધર્મેશ ગાંધીનગરને ૩ લાખ, તથા પ્રો. બાયોટેક - દેવાસ નાકાને ૧૦ હજાર, રાકેશ મંડનને પ૦ હજાર, અને અમદાવાદના જીજ્ઞેશ શાહ, જૈનમ ફાર્માને ૧૦ હજાર મળી કુલ ૬ લાખ ૩૦ હજારનો દંડ કરાયો છે.

(4:54 PM IST)