તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
‘‘મારી શાળા સલામત શાળા'' અભિયાન શાળાઓમાં ફાયર મોક ડ્રિલની શરૂઆત
રાજકોટની તમામ ખાનગી શાળાઓના બાળકો સલામતી અંગે સમજણ કેળવે તે હેતુસહ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજન

રાજકોટ,તા.૨૦ : રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કે જે શૈક્ષણિક પ્રવળત્તિઓ ઉપરાંત અનેક સામાજિક, સેવાકીય, સાંસ્કળતિક, પર્યાવરણલક્ષી અને લોક જાગળતિના કાર્યક્રમો માટે હંમેશા અગ્રેસર હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં છાશવારે બનતી દુર્ઘટના તેમજ રાજકોટ શહેરમાં તાજેતરમાં થયેલ ગેમઝોન અગ્નિકાંડને ધ્યાનમાં લઇ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ‘‘મારી શાળા સલામત શાળા'' અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત બાળકોમાં સલામતી અંગે સમજણ કેળવાય તે માટે તા. ૨૦ જુન થી ૨૪ જુન દરમિયાન પ્રથમ કાલાવાડ રોડ ઝોનની શાળાઓ સહિત શહેરની તમામ ખાનગી શાળાઓમાં ક્રમશઃ ફાયર મોક ડ્રિલના આયોજન કરવામાં આવશે.
આ અભિયાન અંગે વધુ જણાવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા જણાવે છે કે આ અભિયાન થકી સલામતી અને સુરક્ષાની બાબતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં સલામતી માટેની જાગળતિ કેળવવામાં આવશે. આ અભિયાનનો પ્રારંભ ફાયર સેફ્ટી અંગે બાળકોમાં સમજ અને જાગળકતા કેળવવાનો છે. તેથી આગામી દિવસોમાં ક્રમશઃ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના સહયોગથી મોક ડ્રિલના આયોજન થવા જઈ રહ્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગના સ્ટાફની હાજરીમાં ફાયર મોક ડ્રિલના આયોજન કરવામાં આવશે. આ મોક ડ્રિલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ એક સલામતીનો અનુભવ મેળવશે અને વાલીઓ પોતાના બાળકોના સલામતીના પ્રશ્ન અંગે નિヘતિ બનશે.
‘‘મારી શાળા સલામત શાળા'' અભિયાન અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ તેમજ મંડળના કોર કમિટી, કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી સહિત તમામ સદસ્યો રાજકોટ શહેરની શાળાઓ આવનારી પેઢીને સલામત રાખવા માટે કટિબદ્ધતા દર્શાવે છે.
(4:57 PM IST)










