તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
નાનામવા મોકાજી સર્કલ પાસે થયેલ અકસ્માત કેસમાં આરોપીનો છુટકારો

રાજકોટ, તા., ૨૦: અહીંના નાનામવા રોડ ઉપર આવેલ મોકાજી સર્કલ પાસે ફરીયાદી સંજયભાઇ ગોવિંદભાઇ વિઝુંડાની જીંદગી જોખમાઇ તે રીતે મોટર સાયકલ ચલાવી હડફેટે લઇને ફેકચર જેવી ઇજા કરવા અંગે પકડાયેલ અહીના કોઠારીયા રોડ ઉપર નિલકંઠ પાર્કમાં રહેતા આરોપી સુમીત દેવરાજ સભાયા સામેનો કેસ ચાલી જતા કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
આ બનાવ તા. ૧૯-૪-૧૮ના રોજ નાનામવા રોડ ઉપર મોકાજી સર્કલ પાસે બનેલ હતો. ફરીયાદીની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું.
આ કેસ ચાલી જતા એડી. ચીફ જયુ. મેજી. શ્રી પી.જે.ચૌધરીએ કેસની હકીકતો, પુરાવાને ધ્યાને લઇને આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપી પતિ એડવોકેટ દિલીપભાઇ પટેલ, કલ્પેશ નશીત વિગેરે રોકાયા હતા.
(3:53 PM IST)










