તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
આજે હિન્દુ ગોરવ દિન : છત્રપતિ શિવાજીના ૩પ૧માં રાજયાભિષેક દિન નિમિત્તે સૌના હૈયે અનેરો હરખ

પ્રતિ વર્ષ જેઠ સુદ તેરસ (વિ.સં. ૧૭૩ર- ૬ જૂન ૧૬૭૪)ના દિવસે હિન્દુસામ્રાજય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ ઐતિહાસિક દિવસે શિવાજી મહારાજનો છત્રપતિ રાજા તરીકે રાજયાભિષેક થયો. આ દિનને હિન્દુસામ્રાજય દિન તરીકે ઓળખવામાં આવે છે. આજે ૩૫૧માં રાજ્યાભિષેક દિન ઉજવાઇ રહ્યો છે.
શિવાજી મહારાજનો જન્મ ૧૯ ફેબ્રઆરી ૧૬૩૦માં શિવનેરીનાં કિલ્લામાં માતા જીજાબાયની કુખે શિવાજીનો જન્મ થયો હતો.
હજારો વર્ષના ઈતિહાસમાં આ દેશમાં અનેક રાજાઓ થઈ ગયા. ચંદ્રગુપ્ત, શાલીવાહન આદિ અનેક વીરપુરુષો આ દેશમાં થયા અને તેમણે શક, હણ આદિ અનેક હુમલાખોરોને મારી હટાવ્યા અને સુવર્ણયુગની સ્થાપના કરી. ભારતની સમળદ્ધિ જોઈ અનેક લૂંટારુ પ્રજા ભારતમાં માત્ર લૂંટ ચલાવવાજ આવી હતી. પરંતુ મુસ્લિમ હુમલાખોરો માત્ર લૂંટ ચલાવવાજ નહોતા આવ્યા. તેઓ એક હાથમાં તલવાર, બીજા હાથમાં કુરાન લઈને આવ્યા હતા. લૂંટ ચલાવતા ચલાવતા તેમણે આપણા દેશના મંદિરો તોડયા, મૂર્તિઓ ભાંગી, હિન્દુઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું ત્યારે હિન્દુ સમાજ ઈસ્લામી જોર-જુલ્મથી ત્રસ્ત થઈ ગયો હતો.
પરિણામ સ્વરૂપે વિધર્મીઓએ સંપૂર્ણ દેશ પર સત્તા પ્રાપ્ત કરી. એક સમયતો એવો આવ્યો કે લોકો એવું માનવા લાગ્યા કે આ વિદેશી રાજ કોઈ દૈવી યોજનાના ભાગરૂપે થયું છે. આવી ઘોર નિરાશાજનક પરિસ્થિતિમાં હિન્દુ સમાજને ફરી સત્વસંપન્ન, શકિતશાળી, સ્વતંત્ર કરવાનો સબળ પ્રયાસ શિવાજીના નેતળત્વમાં પ્રગટ થયો હતો. શિવાજી મહારાજમાં પ્રચંડ પૌરૂષ, નિતીમતા, શૌર્ય, ધૈર્ય, રણકુશળતા, તિક્ષણ બુદ્ધિ, અપરિમીત સાહસ, અચુક કુટલી નીતીવાળુ વ્યુહરચના, સંગઠન-કૌશલ્ય, ધર્મપરાયણતા, ચારિત્ર્યની દ્રઢતા, માનવીયની ઉદારા, ગૌ-ભકત અને વિજય માટેનો અતુટ વિશ્વાસ જેવા માનવીય અને દૈવી ગુણો હતા તેવા અગિયાર વર્ષની જ ઉંમરે ત્યારની દેશની પરિસ્થિતિ જોયા બાદ તેમના સાથી મિત્રોને લઈને પ્રતિજ્ઞા લીધી કે ઁહું આપણા ધર્મના રાજયની સ્થાપના કરીશ પોતાની પ્રતિજ્ઞાની પૂર્તિ માટે એમણે શરૂઆત કરી એવા દ્રઢ વિશ્વાસ સાથે કે હું ભગવાનનું અને ધર્મ-રક્ષાનું કાર્ય કરી રહ્યો છું.
શિવાજીની વધતી પ્રગતિને રોકવા વિજાપુરની આદિલશાહી સત્તાએ શિવાજી મહારાજના પિતા શહાજી ભોંસલેને બંદી બનાવ્યા. શહાજી વિજાપુરના દરબારમાં સરદાર હતા. શિવાજી મહારાજે યુકિત પૂર્વક શહાજીને સન્માન સાથે મુકત કરાવ્યા.
શિવાજી મહારાજે અનુભવ કર્યો કે આજે પણ બધાની શ્રધ્ધા દિલ્લી પર જ કેન્દ્રિત છે. દેશમાં કયાય પણ હિન્દુ સિંહાસન નથી. એવા કેન્દ્રના અભાવને કારણે જ મોટા-મોટા વીર પુરુષો દિલ્હીશ્વરો વાહ વગદીશ્વરો વાહનું ગાન કરે છે. અતઃ પ્રજાની શ્રધ્ધાને વિમર્ધીદિલ્લિસ્વરોનાં સ્થાનેથી ખસેડી પોતાને હિન્દુ સત્તાના રૂણમાં એક સ્વતંત્ર સાર્વભોમ છત્રપતિના નામે સિંહાસના ધીસઠીન રાજાની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપ્યું અને પોતાનો રાજયાભિષેક કરાવ્યો.
જયેષ્ઠ શુકલ ત્રયોદશીના પવિત્ર દિવસે કાશીક્ષેત્રના પ્રસિધ્ધ પંડિત ગાગાભટ્ટના હસ્તે રાજયતિલક થયું અને છત્રપતિ પદ ધારણ કર્યા ની ઊજવણી કરી. આવા કપરા સંજોગોમાં શિવાજી મહારાજે ઁહિન્દુ કી જયઁનો જયઘોષ કરી હિન્દુ પદપાદશાહીની સ્વપરાક્રમથી સ્થાપના કરી અને પવિત્ર ગેરૂઆ ધવજની છત્રછાયા નીચે વિધિપૂર્વક હિન્દુ સ્વરાજની ધોષણા કરી. પ૦-પ૧ વર્ષના આયુષ્યમાં આટલું મહાન કાર્ય કર્યું. તો આપણે લોકો પણ સાથે મળી વર્તમાન પરિસ્થિતિની બધી જ આવશ્કયતાઓને ધ્યાનમાં રાખીને સુસ્પષ્ટ યોજનાબધ્ધ સંઘના નાનામાં નાના કાર્યથી માંડી મોટામાં મોટા કાર્યને સમાન રુચિથી પૂર્ણ કરવા માટે આગળને આગળ વધતા જઈએ.
છત્રપતિ શિવાજી મહારાજ ના રાજ્ય અભિષેક દિવસે હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઓળખવામાં આવે છે વિશેષ બાદ એ છે કે આજે પુરા વિશ્વમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્ય અભિષેકનું ૩૫૦ વર્ષ પ્રારંભથાય છે. આ વર્ષે હિન્દુવી સ્વરાજ્ની સ્થાપના ની આયુગપર્વતક ઘટનાનું પાવન સ્મરણ કરવા આવાહન કરવામાં આવી રહ્યું છે.
- જયેશ સંધાણી
મો. ૯૪ર૮ર ૦૦પર૦
(4:04 PM IST)










