<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

એક શામ હેમંનદા ઔર મુકેશજી કે નામઃ શનિવારે સુનિલ શાહનો વનમેન શો કાર્યક્રમ

ગાયક અશ્વિની મહેતા સાથ આપશેઃ સંગીત-પ્રેમીઓએ પાસે મેળવી લેવા

રાજકોટઃ ‘‘એક શામ હેમનંદા અને મુકેશજી કે નામ'' શિર્ષક હેઠળ રાજકોટની મ્‍યુઝીકલ લવર્સ માટે એક સંગીત સંધ્‍યાનું આયોજન તા. ૨૨ ના શનિવારે રાત્રે ૯. કલાકે (શાર્પ) મીની હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્‍યું છે.આ કાર્યક્રમમાં રાજકોટના જાણીતા નામ સુનિલભાઇ શાહ જૈન શ્રેષ્‍ઠી અને શેર બજારના સીંધમ તરીકે જાણીતા એવા હેમંતદા અને મુકેશજી ના ગીતો પોતાના મધુર કંઠે રજૂ કરશે.

સાથે સૌરાષ્‍ટ્ર-ગુજરાતનું ખુબ જાણીતુ નામ પ્રોફેશનલ પ્‍લે બેક સીંગર અશ્વીની મહેતા આ કાર્યક્રમના ફીમેલ સીંગર તરીકે પોતાના અવાજ ને પેશ કરશે. આ કાર્યક્રમનું એન્‍કરીંગ સ્‍મીતાબેન વ્‍યાસ કરશે.

આ કાર્યક્રમમાં લાઇવ ઓરકેસ્‍ટ્રા છે. અને તેનું સંચાલન જાણીતા કી બોર્ડસ બીપીનભાઇ મકવાણા અને જાણીતા ગીટારીસ્‍ટ હિતેશભાઇ મહેતા કરશે. કાર્યક્રમ  ના ચીફ ગેસ્‍ટ શ્રીમતી પ્રિતિબેન શાહ (સ્‍માઇલ પરીવાર) તેમજ જયેશભાઇ ઉપાધ્‍યાય ઉપસ્‍થીત રહેશે. આ પ્રોગ્રામના પાસે ઇકોનો બ્રોકીંગ ૧૧, પંચનાથ ખાતે નો સંપર્ક કરવો  અજયભાઇ મો. ૮૨૦૦૭૮૬૭૨૭

(4:05 PM IST)