<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

પ્‍લાયવુડની સીટ માથે પડતા બે માસના ધ્રુવ ચૌહાણનું મોત

પુત્રને નવડાવવા માટે માતા પાણી ભરવા ગઇ હતી, પરત આવી તો બાળક માથે પ્‍લાયવુડ પડેલું જોતા દેકારો મચાવ્‍યો

રાજકોટ તા. ર૦: ગોંડલ રોડ અટીકા ફાટક પાસે નહેરૂનગરમાં મકાનમાં દરવાજો બનાવવા માટે રાખેલી પ્‍લાયવુડની શીટ માથે પડતા બે માસના બાળકનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ નહેરૂનગર શેરી નં. ૪ માં રહેતા ધરમવીર ચૌહાણ સવારે ઘરની ચીજવસ્‍તુની ખરીદી કરવા માટે ગયા હતા અને તેની પત્‍ની બે માસના ધ્રુવને નવડાવવા માટે બહાર પાણી ભરવા માટે ગઇ હતી અને સાસુ રસોડામાં બાળકના કપડા લેવા માટે ગયા હતા. ઘરમાં દરવાજો ફીટ કરવાનો હોઇ તેથી જયાં બાળક સુતો હતો ત્‍યાં દરવાજો બનાવવા માટેની શીટ દીવાલ પાસે રાખી હતી. દરમ્‍યાન પ્‍લાયવુડની શીટ અચાનક બાળકના માથે પડતા અવાજ આવતા તેની માતા દોડી આવી હતી અને પ્‍લાયવુડની શીટ ઉંચી કરી જોતા બે માસના ધ્રુવને માથાના ભાગેઇજા થઇ હતી માતાએ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. પી. એસ. ગોહિલે તપાસ હાથ ધરી હતી.

(4:54 PM IST)