તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
કાલે રાજકોટ યોગમય બનશે : એકવા સહિત પાંચ સ્થળોએ આયોજન

રાજકોટ, તા. ર૦ : યોગ એ આપણી ભારતીય સંસ્કળતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંધની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસઙ્ઘ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જુન વિશ્વ યોગ દિવસ નિમિતે સવારે ૦૬ કલાકે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનના ભાગરૂપે આજે તા.૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી ઓ દ્વારા ચાર સ્થળ ખાતે વિઝિટ કરી અધિકારી ઓ પાસેથી તૈયારીના ભાગરૂપે માહિતી મેળવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિન નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી ચાર સ્થળ ખાતે પદાધિકારી ઓ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી. તેમાં (૧) સેન્ટ્રલ ઝોન, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ (૨) વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન, (૩) ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, (૪) મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિગેરે સ્થળની વિઝિટ કરી આયોજન અંગે અધિકારી ઓ પાસેથી માહિતી જરૂરી સૂચનાઓ આપી હતી.
સ્થળ વિઝિટ દરમ્યાન કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઓ ચેતન નંદાણી અને હર્ષદ પટેલ, એ.એમ.સી. બી. એલ. કાથરોટીયા, અ.એમ.સી. સમીર ધડુક, ડીવાય. એસ.પી. આર. બી. ઝાલા, મેડીકલ ઓફિસર જયેશ વકાણી, સિટી એન્જી. અતુલ રાવલ, ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, મનપાના વિવિધ અધિકારી ઓ અને બ્રમ્હાકુમારીઝના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ સવારે ૦૬ કલાકે વિશ્વ યોગ દિવસ નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળ ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (૧) સેન્ટ્રલ ઝોન, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ (૨) વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન, (૩) ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, (૪) મહાત્મા ગાંધી મ્યુઝિયમ (દિવ્યાંગ/ખાસ કેટેગરીના બાળકો દ્વારા યોગ) અને (૫) જીજાબાઈ મહિલા તાાનાગાર સ્થળ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ કરવામાં આવશે.
માધવરાવ સિંધિયા
ક્રિકેટ ગ્રાઉન્ડ
માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસદ રામભાઈ મોકરિયા, કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ સી.એમ. વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી ડૉ.માધવ દવે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત, કોર્પોરેટર ઓ મીનાબા જાડેજા, બાબુભાઈ ઉઘરેજા, કુસુમબેન ટેકવાણી, અલ્પાબેન દવે, નેહલભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, જય બેન ચાવડા, વર્ષાબેન પાંધી, નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, નિલેશભાઈ જલુ, ભારતીબેન મકવાણા, વિનુભાઈ ઘવા, રવજીભાઈ મકવાણા, અનિતાબેન ગોસ્વામી, કીર્તિબા રાણા, શહેર ભાજપ હોદેદાર ઓ ઈલાબેન પડીયા, મયુરભાઈ શાહ, વિજયભાઈ ટોળીયા, હરેશભાઈ જોશી, શિક્ષણ સમિતિ સભ્ય ઓ વિક્રમસિંહ જાડેજા, જગદીશભાઈ ભોજાણી, હિતેશભાઈ રાવલ, ઈશ્વરભાઈ જીતિયા, અજયભાઈ પરમાર, જયદિપ જલુ, સુરેશભાઈ રાઘવાણી તેમજ વોર્ડ સંગઠન હોદેદારો અને વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪, ૧૭ના પ્રમુખ, પ્રભારી, મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.
ઈસ્ટ ઝોન,
ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટર ઓ કાળુભાઈ ફુગસિયા, પરેશભાઈ પીપળીયા, કંકુબેન ઉઘરેજા, દિલીપભાઈ લુણાગરિયા, હાર્દિકભાઈ ગોહિલ, ભાવેશભાઈ દેથરીયા, પરેશભાઈ આર. પીપળીયા, નરેન્દ્રભાઈ ડવ. સુરેશભાઈ વસોયા, કંચનબેન સિધ્ધપુરા, સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, શહેર ભાજપ હોદેદાર ઓ નયનાબેન સોલંકી, ભગવતીબેન ઘરોડીયા, પરિમલભાઈ પરડવા, રમેશભાઈ પરમાર, હિતેશભાઈ ઢોલરીયા, શિક્ષણ સમિતિ સભ્ય વિરમભાઈ સાંબડ, વોર્ડ સંગઠન હોદેદારો અને વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧૬, ૧૮ના પ્રમુખ, પ્રભારી, મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.
વેસ્ટ ઝોન
વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન ખાતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કોર્પોરેટર ઓ ડૉ.અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, પ્રીતિબેન દોશી, ડૉ.દર્શનાબેન પંડ્યા, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, રાજે બેન ડોડીયા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ભારતીબેન પાડલીયા, ડૉ. પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, શહેર ભાજપ હોદેદાર ઓ મહેશભાઈ રાઠોડ, શિલ્પાબેન જાવિયા, ચેતન લાલસેતા, કાશ્મીરાબેન નથવાણી, હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, રાજદીપસિંહ જાડેજા, ભરતભાઈ શિંગાળા, શિક્ષણ સમિતિ સભ્ય ઓ રસિકભાઈ બદ્રકિયા, જાગળતિબેન ભાણવડીયા, સંગીતાબેન છાયા, મનસુખભાઈ વેકરીયા, રાજેશભાઈ માંડલિયા, વોર્ડ સંગઠન હોદેદારો અને વોર્ડ નં.૧, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ના પ્રમુખ, પ્રભારી, મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.
ગાંધી મ્યુઝિયમ
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ હોદેદાર પૂજાબેન પટેલ ઉપસ્થિત રહેશે.
જીજાબાઈ સ્નાનાગાર
જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, કમિટી ચેરમેન ઓ રસીલાબેન સાકરીયા, સોનલબેન સેલારા, સ્ટેન્ડિંગ કમિટી સભ્યો ઓ જ્યોત્સનાબેન ટીલાળા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વસાણી, મંજુબેન ફુગસીયા, રૂચિતાબેન જોશી, વર્ષાબેન રાણપરા ઉપસ્થિત રહેશે.
મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે દિવ્યાંગ/ખાસ કેટેગરીના બાળકો દ્વારા યોગ કરવામાં આવશે તેમજ જીજાબાઈ મહિલા તાાનાગાર ખાતે એક્વા યોગા કરવામાં આવશે. આવતીકાલે ઙ્કવિશ્વ યોગ દિવસઙ્ઘ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આયોજનમાં ભાગ લેનાર તમામ નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે. શહેરના પાંચેય સ્થળ ખાતે શહેરીજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પદાધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(4:12 PM IST)










