તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
રેસકોર્સ સ્નાનાગારમાં વોટર પોલો ટુર્નામેન્ટઃ રાયગઢ સામે ગુજરાત હાર્યુ
દરરોજ પાંચ થી સાત મેચો રમાશે, રર મીએ સેમી ફાઇનલ, ર૩ મીએ ફાઇનલ મેચઃ બંકીમ જોષી

રાજકોટ : અહીંના રેસકોર્સ સ્થિત સ્વીમીંગ પુલ ખાતે સ્વિમીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા અને રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમીંગ એસોસીએશનના ઉપક્રમે ચોથી ઇન્ટર કલબ ઓલ ઇન્ડિયા વોટર પોલો ટૂર્નામેન્ટનો દબદબા ભેર પ્રારંભ થયો છે. રેસકોર્સ સ્નાનાગારના સંચાલક શ્રી બંકીમ જોષીના જણાવ્યા મુજબ આજે રમાયેલ મેચોમાં રાયગઢે ગુજરાતને ૧૧-૬ થી હરાવ્યું હતું. જેમાં આર્યન જોષીએ એક ગોલ ફટકારી ટીમને જીતે અપાવવામાં મહેનત કરી હતી. જયારે અન્ય મેચોમાં વેસ્ટર્ન રેલ્વેએ ખીદીરપોરને ર૦-૩, નેવીએ રાયગઢને ૧૩-૩, કોલેજ સ્કવેરએ અમરાવતીને ૧૦-૧ થી હરાવ્યું હતું. દરરોજ પાંચ થી છ મેચો રમાશે. રર મીએ સેમી ફાઇનલ અને ર૩ મીએ ફાઇનલ મેચ રમાશે. તેમ સ્નાનાગાર સંચાલક શ્રી બંકીમ જોષીએ જણાવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:22 PM IST)










