<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

માત્ર ૧ કલાકમાં કલેકટર કોન્‍ફરન્‍સ પુરીઃ દબાણો હટાવોના સરકારના આદેશો

અન્‍ય તમામ પેન્‍ડીંગ ફાઇલો-બીનખેતી-અન્‍ય કેસો ઝડપથી પુરા કરવા અંગે પણ સુચનાઃ કાલે આર.ઓ. મીટીંગ રાજકોટ શહેર-જીલ્લામાં અધધધ ધાર્મિક દબાણોઃ ખાસ ઝુંબેશ ચલાવાશેઃ કલેકટરનો નિર્દેશ

રાજકોટ જીલ્લાનો કાલે યોગા કાર્યક્રમ  ઉપલેટા થશેઃ સાંસદ પરષોતમભાઇ રૂપાલા ખાસ હાજર રહેશે : કલેકટર-ડીડીઓ-ડીએસપી સહીત તમામ અધિકારીઓ-લોકો તથા વિદ્યાર્થીઓ મળી રપ૦૦ લોકો યોગ કરશે

રાજકોટ, તા., ૨૦: આજે રાજયના મુખ્‍ય સચિવ અને મહેસુલ સચિવે તાકીદની રાજકોટ સહીત રાજયભરના કલેકટરો સાથે વીસી મારફત કલેકટર કોન્‍ફરન્‍સ યોજી હતી અને માત્ર ૧ કલાકમાં કલેકટર કોન્‍ફરન્‍સ પુરી થઇ ગઇ હતી. આટલા ઓછા સમયમાં કોન્‍ફરન્‍સ પુરી થઇ તે પહેલી ઘટના છે.

દરમિયાન કલેકટરશ્રી પ્રભવ જોષીએ ઉમેર્યુ હતું કે, કોન્‍ફરન્‍સમાં શહેર-જીલ્લામાં સરકારી જમીનો ઉપર ઉભા થઇ ગયેલા દબાણો તાકીદે હટાવવા સુચના આપી છે. આ ઉપરાંત પેન્‍ડીંગ ફાઇલો, બીન ખેતી, અન્‍ય કેસો ઝડપથી પુર્ણ કરવા અંગે પણ સુચના આપી છે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટ શહેર જીલ્લામાં ઢગલા મોઢે ધાર્મિક દબાણો સરકારી જમીનો ઉપર ઉભા થઇ ગયા છે. આ અધધધ ધાર્મિક દબાણો અંગે કલેકટરે પત્રકારોને જણાવેલ કે આ પહેલાની મીટીંગમાં આ દબાણો હટાવવા અંગે સુચના આપી છે. કાલે આર.ઓ. મીટીંગમાં પણ કહેવાશે અને ખાસ ઝુંબેશ ચલાવવા અંગે આદેશો થશે. કલેકટરે જણાવેલ કે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન, હાઇકોર્ટના ફોલોઅપ બાદ અમે ખાસ ઝુંબેશ ચલાવવાના છીએ.

યોગદીન અંગે કલેકટરે જણાવેલ કે કાલે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉપલેટા ખાતે યોજાશે. જેમાં સાંસદશ્રી પરષોતમભાઇ રૂપાલા ખાસ હાજરી આપશે. હાલના ઉપલેટા ખાતેના કાર્યક્રમમાં કલેકટર-ડીડીઓ-જીલ્લા પંચાયત પ્રમુખ-ડીએસપી, અન્‍ય અધિકારીઓ, નાગરીકો વિવિધ ક્ષેત્રના આગેવાનો, વિદ્યાર્થીઓ સહીત કુલ રપ૦૦ લોકો યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ માટે ધોરાજી પ્રાંત શ્રી લીખીયા દ્વારા તમામ તૈયારીઓ થઇ રહી છે.

(4:35 PM IST)