<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

મનપામાં ટાઉન પ્‍લાનીંગ શાખાનું સ્‍વરૂપ બદલતા દેવાંગ દેસાઇ

મધ્‍યસ્‍થ ટાઉન પ્‍લાનીંગ વિભાગ (ટી.પી. વિભાગ) અને મધ્‍યસ્‍થ શહેર વિકાસ વિભાગ (ટી.ડી.ઓ વિભાગ)ની રચના : રપ મી. કે તેથી વધુ ઉંચાઇ ધરાવતા મકાનોની પરવાનગી,ઇમ્‍પેકટની કામગીરી ટી.ડી.ઓ. વિભાગમાં થશે

રાજકોટ, તા., ર૦: અગ્નિકાંડમાં દાઝેલ મ્‍યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્‍લાનીંગ શાખાની સર્કલ મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા કરવામાં આવી છે. કેમ કે, એએમસી ટીપી મોડેલ અપનાવતા મધ્‍યસ્‍થ ટાઉન પ્‍લાનીંગ વિભાગ (ટી.પી. વિભાગ) અને મધ્‍યસ્‍થ શહેર વિકાસ વિભાગ (ટીડીઓ વિભાગ) ની રચના કરવામાં આવી છે.

ટાઉન પ્‍લાનીંગ વિભાગ માટે નવનિયુકત મ્‍યુનિ. કમિશ્નર દ્વારા સભાનું વિકેન્‍દ્રીકરણ કરવામાં આવ્‍યું છે અને વિવિધ અધિકારીઓને જવાબદારી પણ સૌથી દેવામાં આવી છે. કઇ કામગીરી કયા વિભાગે કરવાની  છે તેની વિગત આ મુજબ છે.

મધ્‍યસ્‍થ ટાઉન પ્‍લાનિંગ વિભાગ (ટી.પી. વિભાગ)-

 ટી.પી. વિભાગ દ્વારા ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનીયમ-૧૯૭૬ ની કલમની જોગવાઇઓ મુજબ મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ તૈયાર કરવા, વેરીડ સ્‍ક્રીમ તૈયાર કરવા, નગર રચના અધિકારીશ્રીને પરામર્શ આપવા, નોન ટી.પી વિસ્‍તારમાં પ્‍લોટ વેલીડેશન આપવા, વિકાસ યોજનાની દરખાસ્‍તમાં સુધારો કરવા, મહાનગરપાલિકાની માટે જમીન સંપાદન કરવા, જી.પી.એમ.સી એક્‍ટ-૧૯૪૯ નાં કાયદા હેઠળ નવા રસ્‍તા રેશા મુકરર કરવા, સતામંડળોના પ્‍લોટોનું મુલ્‍યાંકન કરવું વિગેરે તમામ કાર્યવાહી મધ્‍યસ્‍થ ટાઉન પ્‍લાનિંગ વિભાગ દ્વારા ટાઉન પ્‍લાનિંગ ઓફિસર)નાં પરામર્શમા રહી કમિશનર શ્રી પાસેથી મંજુરી મેળવવાની રહેશે.

મધ્‍યસ્‍થ શહેર વિકાસ વિભાગ (ટી.ડી.ઓ વિભાગ)માં

૨૫ મી. કે તેથી વધુ ઉંચાઇ ધરાવતા મકાનોની પરવાનગી તથા વપરાશ ઙ્કમાણપત્ર(બીયુસી), ૨૫ મી. કે તેથી વધુ ઉંચાઇ ધરાવતા મકાનોના ઇમ્‍પેકટ ફી અંગે ના કેસો, જાહેરાતના બોર્ડની મંજુરી/અભિઙ્ઘાય આવતા તમામ કામો મધ્‍યસ્‍થ શહેર વિકાસ વિભાગ દ્વારા ટાઉન પ્‍લાનિંગ ઓફિસરશ્રીનાં પરામર્શમાં રહી કમિશનરશ્રી પાસેથી મંજુરી મેળવવાની રહેશે. આ સિવાય ઓનલાઇન પી.ઓ.આર લાઇસન્‍સ આપવા અંગેની કાર્યવાહી મધ્‍યસ્‍થ શહેર વિકાસ વિભાગ દ્વારા ટાઉન પ્‍લાનિંગ ઓફિસરશ્રી કક્ષાએથી કરવાની રહેશે.

ટાઉન પ્‍લાનીંગ (ઝોન)

ત્રણેય ઝોનના એ.ટી.પી. એ એ તેઓના ઝોનનાં સીટી એન્‍જીનીયરશ્રી તથા ડેપ્‍યુટી કમિશનરશ્રીના તાબા હેઠળ કામગીરી કરવાની રહેશે. ૧૫ મી. ઉંચાઇ સુધીનાં તમામ પ્રકારનાં બાંધકામોની પરવાનગી તથા વપરાશ પ્રમાણપત્ર (બીયુસી) આપવા અને ૧૫ મી. ઉંચાઇ સુધીનાં ઇમ્‍પેકટ ફી ના કેસો મંજૂર કરવા અંગેની કામગીરી જે-તે ઝોનના એ.ટી.પી.શ્રી દ્વારા ઝોન કક્ષાએથી કરવાનું રહેશે આ સિવાય ઓપન લે-આઉટના પ્‍લાન, સબ ડિવીઝનલ પ્‍લાન, અમાલગમેશન પ્‍લાન વિગેરેની એ.ટી પી શ્રી દ્વારા ઝોન કક્ષાએથી ઓનલાઇન મંજુરી આપવાની રહેશે.

૧૫ મી. થી ૨૫ મી ઉંચાઇ સુધીના તમામ પ્રકારનાં બાંધકામોની પરવાનગી તથા વપરાશ પ્રમાણપત્ર(બીયુસી) આપવા અને ૧૫ મી. થી ૨૫ મી ઉંચાઇ સુધીની ઊંચાઈ ધરાવતા બિલ્‍ડીંગની ઇમ્‍પેકટ ફી મંજૂર કરવા અંગેની કામગીરી જે-તે ઝોનનાં એ.ટી પીલી દ્વારા સીટી એન્‍જીનીયરષાીના પરામર્શમા રહી લગત ઝોનના ડેપ્‍યુટી કમિશનરની દેખરેખ હેઠળ કરવાની રહેશે. આ સિવાય બિનઅધિકળત બાંધકામ અંગે જી.પી.એમ.સી એક્‍ટ-૧૯૪૯ ની કલમ-૨૬૦(૨) ની કામગીરી જે-તે ઝોનના સીટી એન્‍જીનીયર દ્વારા આપવાની તથા જી.પી.એમ.સી.એક્‍ટ-૧૯૪૯ ની કલમ-૨૬૦(૧) ની કામગીરી જે-તે ઝોનના એ.ટી.પી જો દ્વારા આપવાની રહેશે.

(4:39 PM IST)