તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓને વોર્ડવાઇઝ જવાબદારી ફાળવાઇ

રાજકોટ,તા.૨૦ : મ્યુ. કમિશનર દ્વારા તા.૧૮ના રોજ દ્વારા ટાઉન પ્લાનિંગ શાખા ખાતે ફાળવાયેલા અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં જે.જે. પંડયા કુલ ૧ થી ૧૮ વોર્ડમાં કામગીરી કરવી મધ્યસ્થ ટાઉનપ્લાનીંગ ખાતામાં સુનીલ ગોહેલ કુલ ૧થી ૧૮ વોર્ડમાં કામગીરી કરવી, એસ.જે. સિતાપરા વોર્ડનં.૧૦, વોર્ડનં.૧૧ તથા વોર્ડનં.૧૨માં ATP તરીકેની કામગીરી, એમ.આર. શ્રી વાસ્તવ વોર્ડનં. ૧, વોર્ડનં.૮ તથા વોર્ડનં.૯માં ATP તરીકેની કામગીરી, રેનીશ વાછાણી વોર્ડનં. ૪,૫ તથા ૬માં ATP તરીકેની કામગીરી, આર જી. પટેલ વોર્ડનં. ૧૫,૧૬ તથા ૧૮માં ATP તરીકેની કામગીરી
જ્યારે સેન્ટ્રલ ઝોનમાં એ.પી. પટેલ વોર્ડનં.૧૩,૧૪ તથા વોર્ડનં.૧૭માં ઇન્ચાર્જ ATP તરીકેની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.
(4:56 PM IST)










