<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

રાજકોટના રાજમાર્ગો ઉપર સી.એન.જી બસો દોડવવા લાગી: પ્રથમ તબક્કે 10 બસનો પ્રારંભ

સી.એન.જી. ફ્યુઅલ આધારિત સિટી બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરાયુ: 28 સીટની વ્યવસ્થા

રાજકોટ: મહાનગરપાલિકાની સંપૂર્ણ હસ્તાંતરિત એસ.પી.વી. ‘રાજકોટ રાજપથ લિ.’ દ્વારા સંચાલિત ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’થી શહેરના નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે જેમાં હાલ ૫૨ ડીઝલ ફ્યુઅલ સંચાલિત તેમજ ૬૫ ઇલેક્ટ્રિક બસ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત એજન્સી દ્વારા પ્રથમ તબક્કામાં શહેરમાં હાલમાં કાર્યરત ૫૨ ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી ૫૨ સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવામાં આવનાર છે. આ નવી બાવન સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ પૈકી ટોકન સ્વરૂપે ૧૦ બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) આજે તા.૨૦ મી જુન,૨૦૨૪ના રોજ સાંજે ૬:૧૫ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતેથી રાજકોટના સાંસદ  પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું અને શહેરમાં ૫૨ ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી ૫૨ સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થશે. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર  નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેલ હતા.

આ નવી ૫૨ સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસના લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડૉ.માધવ દવે, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડિયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, ભાજપ અગ્રણી દિનેશભાઈ ચોવટીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, લાઈટીંગ સમિતિ ચેરમેન કાળુભાઇ કુંગસિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ટાઉન પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતન સુરેજા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ, હાર્દિકભાઈ ગોહિલ, વિનુભાઇ ઘવા, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, બિપીનભાઈ બેરા, ડૉ.પ્રદિપ ડવ, કંકુબેન ઉઘરેજા, વર્ષાબેન પાંધી, જયાબેન ડાંગર, અલ્પાબેન દવે, કીર્તિબા રાણા, કુસુમબેન ટેકવાણી, દક્ષાબેન વાઘેલા, ભાજપ અગ્રણી પરેશભાઈ ઠાકર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે હાલમાં કાર્યરત ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ. જે અંતર્ગત ‘રાજકોટ રાજપથ લિ.’ દ્વારા શહેરી બસ સેવા માટે ૧૦૦ નોન એ.સી. સી.એન.જી. મીડી બસ (ડ્રાઈવર તથા કંડકટર સહિત)ના પ્રોક્યોરમેન્ટ તથા ગ્રોસ કોસ્ટ મોડલથી સપ્લાય કરવાના કામની જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરીને એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. આ કામની એજન્સીને ગ્રોસ કોસ્ટ મોડેલથી ડ્રાઇવર, કન્ડક્ટર, ફ્યુલ, ઓપરેશન તથા મેઈનટેનન્સ સાથે ૦૮ વર્ષ ચલાવવા માટે ૧૦૦ સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ જણાવેલ છે.

CNG બસની વિશેષતાઓ

 શહેરમાં નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થવાથી કાર્બનના સ્તરમાં તથા પ્રદુષણનાં સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સારી સુવિધા પ્રાપ્ત થશે.

 રાજકોટ રાજપથ લી.ને સપ્લાય થનાર નવી CNG બસ ૯ મીટર લેન્થની ૨૮ સીટની કેપેસીટીની સ્ટાન્ડર્ડ નોન–એસી મીડી બસ અંતર્ગત સીસીટીવી કેમેરા, ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (GPS), LED ડિસપ્લે, ડ્રાઇવર માઇક્રોફોન જેવી આધુનિક સુવિધાથી સજ્જ છે.

 તદ્દુપરાંત બસને કંટ્રોલરૂમ પરથી GPS મારફતે ટ્રેકીંગ કરીને Live Communication – જીવંત સંચાર કરી શકાશે.

 CNG બસના ઉપપોગથી રાજકોટ શહેરમાં વાયુ પ્રદુષણની માત્રામાં ઘટાડો થશે તેમજ શહેરીજનોને આધુનિક સગવડતાયુક્ત CNG બસનો લાભ પ્રાપ્ત થશે.

 સરકારશ્રી દ્વ્રારા ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે અમલી CMUBUS Scheme હેઠળ પ્રતિ કી.મી. પ્રતિ બસ મહત્તમ રૂ. ૧૮/- ની મર્યાદામાં Viability Gap Funding (VGF) મળવાપાત્ર થાય છે.

(7:47 PM IST)