<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

અગ્નિકાંડ પ્રશ્‍ને કોંગ્રેસના રાજકોટ બંધના એલાનમાં શાળા - કોલેજ બંધ રાખવા કોંગ્રેસની અપીલ

શાળા-કોલેજોના સંચાલકો સાથે વ્‍યકિતગત રજુઆત-પૂરક પરીક્ષા કેન્‍દ્રમાં કોઇ મુશ્‍કેલી નહીં...કોંગ્રેસના ડો. નિદત્ત બારોટ, રાજદીપસિંહ જાડેજા, નરેન્‍દ્ર સોલંકી, રોહિતસિંહ રાજપૂતનું નિવેદન

 રાજકોટ તા. ર૪: રાજકોટના અગ્નિકાંડ મુદે કોંગ્રેસ આક્રમક મૂડમા જોવા મળી રહી છે આવતીકાલે  ૨૫મી જૂન અને મંગળવારે બંધનુ એલાન આપ્‍યું છે ત્‍યારે રાજકોટની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ રહે તે માટે કોંગ્રેસના શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલ આગેવાનો- NSUIના પ્રદેશ અગ્રણીઓ ખાનગી શાળા સંચાલક મંડળના અગ્રણીઓને આ મુદે સમર્થન આપવા અપીલ કરી હતી ને તેઓએ રજૂઆતમાં જણાવ્‍યું હતુ કે આ લડાઈ કોઇ રાજકીય નથી આ લડાઇ ન્‍યાય માટે રાજકોટના સ્‍વાભિમાનની કસોટીની છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમા અનેક નિર્દોષ નાના ભૂલકાઓ ભુજાયા છે ત્‍યારે આવી દુર્ઘટનાઓ જો તંત્ર અને સરકારના પાપે થતી હોય તો માનવસમાજની ફરજ બને કે પીડિતોને ન્‍યાય મળવો જોઈએ અને જે જવાબદારો હોય તેઓને કડક સજા મળવી જોઈએ.વિશેષ કોંગ્રેસના આગેવાનો અને સ્‍કૂલ સંચાલકો વચ્‍ચે ખાસ ચર્ચા ધો.૧૦-૧૨ બોર્ડની હાલ પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે તે અંગે થઈ કે હાલ જે જે કેન્‍દ્રો પર પરીક્ષાઓ ચાલુ ત્‍યા અમને કોઇ મુશ્‍કેલી નથી જેથી પૂરક પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલશે અને તે કેંદ્રો પર વિદ્યાર્થીઓને કોઇ ખલેલ ના પહોંચે તેની ખાસ તકેદારી લેવામાં આવશે તેવુ વિદ્યાર્થી આગેવાનોએ નિર્ણય લીધો હતો.

   વધુમાં કોંગ્રેસના અગ્રણીઓએ રજૂઆતમા જણાવ્‍યુ હતુ અમે સબળ વિપક્ષ તરીકે સૂતેલી સરકારને જગાડવી એ અમારી ફરજ છે અને જેથી આવી દુર્ઘટનાઓ ભવિષ્‍યમા ના બને તે આશયથી જ અમે તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને એક દિવસ સ્‍વેચ્‍છિક બંધ રાખે તેવી અપીલ કરી છે. અમે માનવતાની રૂહે પીડિત પરિવારોની પડખે ઊભીને તેઓને ન્‍યાય અપાવવા માટે આ લડત છેલ્લા એક મહિનાથી લડી રહ્યા છે અને પીડિત પરિવારોને ન્‍યાય મળે તે જ અમારી પ્રાથમિકતા છે. 

   રાજકોટ શહેરની તમામ કોલેજોના સંચાલકો સાથે પણ અમારા આગેવાનોએ વ્‍યક્‍તિગત રજૂઆત કરી કે એક દિવસ સ્‍વેચ્‍છિક કોલેજો બંધ રાખી પીડિતોને સમર્થન આપો અને તે લોકોએ આવી કરૂણાંતી બાબતે પીડિતોને સમર્થન આપશે તેવો અમને સપૂર્ણ ભરોસો છે. વધુમાં આગેવાનોએ જણાવ્‍યું હતુ કે અમારો ઇરાદો બાળકોના શૈક્ષણિક કાર્ય  બગડે તેવો નથી પરંતુ આ અગ્નિકાંડમા મળતકો મોટાભાગના નાના ભુલકાઓ અને યુવાનો જ હતા જેથી ખાસ સ્‍કૂલો-કોલેજોના વિદ્યાર્થીઓએ તેઓના જાનમાલની સુરક્ષા બાબત્તે સરકારની બેદરકારીઓ સામે વહિવટી તંત્રને વધુ સતર્ક-સક્રિય બનાવવા આ એલાનમા સમર્થન આપવું જ જોઈએ જેથી આવી કોઈ ઘટનાઓ આપણાં રાજ્‍યમાં ના બને.

રાજકોટના ખાનગી કોચિંગ ક્‍લાસીસ એસોશિયનએ પણ સ્‍વેચ્‍છિક આ બંધના એલાનમા સમર્થન જાહેર કર્યું હતુ જેમાં ૩૦૦ થી વધુ કોચિંગ ક્‍લાસીસોનો સમાવેશ થાય છે.

આ વિગતો કોંગ્રેસના પ્રવક્‍તા અને પૂર્વ સિન્‍ડિકેટ સભ્‍ય નિદતભાઈ બારોટ,પૂર્વ સેનેટસભ્‍ય રાજદીપસિંહ જાડેજા,NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી,કોંગ્રેસના પ્રવક્‍તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત અને રાજકોટ NSUI ના પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા,યુવક કોંગ્રેસના શહેર પ્રમુખ હરપાલસિંહ જાડેજા,જિલ્લા યુવક પ્રમુખ અલ્‍પેશ સાધરિયાની યાદીમાં વિગતો આપી અપીલ કરી હતી.

(1:55 PM IST)