News of Monday, 24th June 2024
શાપર-વેરાવળના ઢોલરા ગામ પાસે કાસ્ટીંગના કારખાનામાં ભીષણ આગઃ લાખોનું નુકશાન
રાજકોટ અને શાપર-વેરાવળ ફાયર બ્રિગેડે આગ બુઝાવી : આગ સ્ટોરરૂમમાં પડેલા વેકસના જથ્થામાં લાગી'તી

રાજકોટઃ શાપર-વેરાવળ નજીક ઢોલરા ગામ પાસે આવેલા મંગલ આયરન પ્રા.લીમીટેડ નામના કાસ્ટીંગના કારખાનામાં આગ લાગતા રાજકોટ તથા શાપર-વેરાવળ ફાયર બ્રિગેડ સ્ટાફે ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ કારખાનામાં સ્ટોર રૂમમાં લાગી હતી. તેમાં પડેલો વેકસનો જથ્થો બળી ગયો હતો. બનાવની જાણ થતા કારખાનાના માલીક હાર્દિકભાઇ જયંતીભાઇ ઠુમ્મર સ્થળ પર દોડી આવ્યા હતા. આગ કયાં કારણોસર લાગી તે અંગે તપાસ થઇ રહી છે. આગમાં લાખોનું નુકશાન થયું હોવાનું ફાયર બ્રિગેડના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
(1:57 PM IST)










