<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

દોઢ ઇંચ વરસાદમાં જ રસ્‍તા તૂટયા : વાહનો ફસાયા

રાજકોટ : શહેરમાં ગઇકાલથી શરૂ થયેલ પ્રથમ વરસાદમાં દોઢ ઇંચ પાણી પડયુ છે. જેમાં મોટા મવા વિસ્‍તારમાં રસ્‍તાઓ તુટી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ત્‍યાંથી પસાર થતા વાહનો રસ્‍તા પર પડેલ ભુવામાં ફસાઇ ગયા હતા. ઉપરોકત તસ્‍વીરમાં રસ્‍તાના હાલ બેહાલ થયેલ નજરે પડે છે જયારે નીચેની તસવીરમાં ટ્રેકટર, સ્‍કુલ બસ તથા કાર ભુવામાં ફસાઇ ગયેલ દર્શાય છે.(તસ્‍વીર-અશોક બગથરીયા)

(3:13 PM IST)