<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

શહેરમાં ઝાડા - ઉલ્‍ટી - શરદી - ઉધરસ-તાવના ૧૫૦૦ કેસ

ડેન્‍ગ્‍યુના ૧ દર્દી મનપા તંત્રના ચોપડે નોંધાયાઃ ૩૮ હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી

રાજકોટ, તા. ૨૪: શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ગરમીનું પ્રમાણ વધતા પાણીજન્‍ય રોગચાળાનો વધારો થતો જોવા મળે છે. કેમ કે, ઘણા દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. છેલ્લા સપ્તાહમાં ઝાડા, ઉલ્‍ટી, ટાઇફોડ તાવ સહિત ૧૫૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા.૧૭ જુન થી ૨૩ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાનો ૧ કેસ

છેલ્લા સપ્તાહમાં  ડેન્‍ગ્‍યુના એક  કેસ નોંધાયો છે.  સીઝનનાં મેલેરીયાના ૮, ડેન્‍ગ્‍યુના ૧૯ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.

શરદી-તાવના

૧૩૦૦થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૪૪ તેમજ સામાન્‍ય તાવના ૩૪૪અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૯૯ તથા ટાઇફોડનો ૧ સહિત કુલ ૧૪૮૮થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૪૪૮ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૮,૦૮૮  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૮૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૫૫૭થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨૪૮ લોકોને નોટીસ પાઠવી હતી.

(3:14 PM IST)