News of Monday, 24th June 2024
આવી મિત્રતા હોય?...ઇમિટેશનના ધંધાર્થી પાસેથી ૨૫ વર્ષ જુના ભાઇબંધે વ્યાજના ૧૨ લાખ માંગી દૂકાનની ચાવી પડાવી લીધી!
પ્રેમજીભાઇ કાકડીયાએ બે કટકે ૪ લાખ લઇ ૨,૪૦,૦૦૦ વ્યાજના અને ૪ લાખ મુદ્દલના ચુકવી દીધા છતાં વધુ વ્યાજ માંગી ફોન પર અને ઘરે આવી ધમકીઓ દીધીઃ આજીડેમ પોલીસે ધરપકડ કરી :સેટેલાઇટ ચોક આરાધના સોસાયટીના પ્રેમજીભાઇક કાકડીયાની મિત્ર અરવિંદ લખતરીયા વિરૃધ્ધ ફરિયાદઃ પ્રેમજીભાઇના મિત્ર ભરતભાઇ ગજેરાએ ૧ લાખ લીધા હોઇ તેની સામે વ્યાજ, મુદ્દલ ચુકવી દીધા છતાં સુચીતના મકાનની ફાઇલ પાછી ન દીધીઃ આજીડેમ પોલીસની કાર્યવાહી : માંડા ડુંગર પાસે પીઠડઆઇમાં રહેતાં અરવિંદ લખતરીયાને સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૪ઃ શહેરના સામા કાંઠે રહેતાં ઇમિટેશનના ધંધાર્થીને રૃપિયાની જરૃર હોઇ પોતાના ૨૫ વર્ષ જુના મિત્ર પાસેથી કટકે કટકે ૪ લાખ વ્યાજે લઇ તેની સામે ૨,૪૦,૦૦૦ વ્યાજ અને મુદ્દલના ૪ લાખ ચુકવી દીધા છતાં આ મિત્ર હવે ૧૨ લાખ માંગી ધમકી આપતો હોઇ તેમજ સંત કબીર રોડ પર આવેલી તેમની દૂકાનની ચાવી પણ બળજબરીથી પડાવી ગયો હોઇ ઉપરાંત આ ઇમિટેશનના ધંધાર્થીના મિત્રએ ૧ લાખ લીધા હોઇ તેનું વ્યાજ અને મુદ્દલ ચુકવી દીધા છતાં તેના સુચીતના મકાનની ફાઇલ પાછી આપતો ન હોઇ અંતે પોલીસને જાણ કરવામાં આવતાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે મોરબી રોડ પર સેટેલાઇટ ચોક શ્રી આરાધના સોસાયટી-૧ બ્લોક નં. ૩૪માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં પ્રેમજીભાઇ મનજીભાઇ કાકડીયા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી આજીડેમથી આગળ પીઠડઆઇ સોસાયટી પાસે બાપા સિતારામ પ્રોવીઝન સ્ટોર પાસે રહેતાં અરવિંદ શંભુભાઇ લખતરીયા વિરૃધ્ધ ૩૮૪, ૫૦૪ તથા મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી પુછતાછ હાથ ધરી છે.
પ્રેમજીભાઇ કાકડીયાએ જણાવ્યું છે કે ત્રણેક વર્ષ પહેલા મારે રૃપિયાની જરૃર હોઇ મારા ૨૫ વર્ષ જુના મિત્ર એવા અરવીંદભાઇ શંભુભાઇ લખતરીયા કે જે માંડા ડુંગર પાસે મહિકા રોડ પર રહે છે તે વ્યાજ વટાવનો ધંધો કરતાં હોઇ હું તેની ઘરે ગયો હતો અને તેની પાસેથી રૃા. ૩ લાખ વ્યાજે લીધા હતાં. જેનું તેણે ૩ ટકા વ્યાજ આપવુ પડશે તેમ કહ્યું હતું. એ પછી હું તેને દર મહિને ૯૦૦૦ વ્યાજ ચુકવતો હતો. વર્ષ ૨૦૨૨માં મારે અનેમારા મિત્ર ભરતભાઇ બાબુભાઇ ગજેરાને રૃપિયાની જરૃર પડતાં ફરી વખત અરવિંદ પાસેથી ૧-૧ લાખ ૩ ટકે લીધા હતાં. તે વખતે સિકયુરીટી પેટે અરવિંદને મેં મારી મોરબી રોડ સેટેલાઇટ ચોક ઓમ શાંતિ સોસાયટીમાં આવેલા મકાનની ફાઇલ અને ભરતભાઇની કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસેના સુચિત મકાનની ફાઇલ આપી હતી.
અરવિદે અમારી પાસે બે વર્ષ સુધી ૩ લાખના ૯ હજાર લેખે રૃા. ૨,૧૬,૦૦૦ વ્યાજના વસુલ્યા હતાં. તેમજ ૧ લાખ લીધા હતાં તેના મહિને ૩ હજાર લેખે ચાર મહિના સુધી ૧૨ હજાર વસુલ્યા હતાં. મિમત્ર ભરતભાઇએ પણ ૧ લાખ સામે ચાર મહિનાના ૧૨ હજાર ચુકવ્યા હતાં. એ પછી તા. ૮/૨/૨૪ના રોજ મારી પાસે રૃપિયાની વ્યવસ્થા થઇ જતાં મેં અરવિંદને ૨ લાખનો બેરર ચેક અને ૧ લાખ ચુકવી આપતાં અરવિંદે મને મારા મકાનની ફાઇલ પરત આપી હતી. બીજી તરફ ભરતભાઇએ પણ એક વર્ષ પહેલા ૧ લાખ ગૂગલ પેથી ચુકવી દીધા હતાં. મારે હજુ એક લાખ ચુકવવાના બાકી હોઇ અરવિંદે ભરતભાઇને તેના સુચીત મકાનની ફાઇલ પાછી આપી નહોતી.
ત્યારબાદ ફેબ્રુઆરી-૨૪થી અરવિંદ મને અવાર-નવાર ફોન કરી તેમજ મારા ઘરે આવી મારી પાસે વ્યાજ મુદ્દલના મળી ૧૨ લાખ માંગતો હતો. મેં કહેલું કે માત્ર ૧ લાખ દેવાના છે, બાર લાખ નહિ. આ સાંભળી તેણે ગાળો દીધી હતી. ફોન પર પણ ગાળો આપતો હતો અને મારા મિત્ર ભરતભાઇની મકાનની ફાઇલ પણ આપતો નથી. બે મહિના પહેલા મારી દૂકાન નં. ૧૦ કે જે સંત કબીર રોડ જલગંગા ચોક સદ્દગુરૃ સાનિધ્ય કોમ્પલેક્ષમાં છે ત્યાં આાવી બળજબરી કરી દૂકાનની ચાવી પડાવી લીધી હતી અને ૧૨ લાખ આપ પછી ચાવી લઇ જજે તેમ કહી ચાવી લઇ ગયો હતો.
મેં અરવિંદ લખતરીયા પાસેથી કટકે કટકે ૪ લાખ વ્યાજે લીધા હતાં અને મારા મિત્ર ભરતભાઇએ ૧ લાખ લીધા હતાં. તેની સામે મેં ૨,૪૦,૦૦૦ અને મુદ્દલ ૪ લાખ ચુકવી દીધા છતાં વધુ ૧૨ લાખ માંગી ગાળો દેતો હોઇ અને મિત્રની મકાનની ફાઇલ આપતો ન હોઇ તેમજ મારી દૂકાનની ચાવી પણ પડાવી ગયો હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં પ્રેમજીભાઇએ જણાવતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ. ડી. જે. જાડેજાએ ગુનો દાખલ કરાવતાં હેડકોન્સ. પીયુષભાઇ ચીરોડીયાએ તપાસ હાથ ધરી આરોપીને સકંજામાં લીધો છે
(3:38 PM IST)










