<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ફાયર શાખા અધિકારી વિહોણીઃ એનઓસીના કેસ કોણ પુરા કરશે?

સરકાર ટીપોઓની જેમ સીએફઓને પણ ડેપ્‍યુટેશન પર મોકલે તો જગ્‍યા ભરાઇ શકે

રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં એક પછી એક ધરપકડોનો દોર ચાલુ છે. તેમાં મનપાના ચીફ ફાયર ઓફીસર ખેર તથા ડે. ચીફ ફાયર ઓફીસ બી. જે. ઠેબાની ધરપકડ થતા હાલ તંત્રમાં ફાયર શાખા અધિકારી વિહોણી બની છે ત્‍યારે હાલ શાળાઓ તથા અન્‍ય કોમર્શીયલ એકમો દ્વારા મુકવામાં આવતી ફાયરની અરજીઓના નિકાલ ઉપર પણ પ્રશ્ન ઉભો થયો છે.

શહેરમાં લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ હવે ફાયર શાખામાં ટીપીઓની જેમ સીએફઓને પણ સરકાર હવે ડેપ્‍યુટેશન પર મોકલે તો કામ થાય તેવી સ્‍થિતિ છે. જયારે  ફાયર શાખામાં હાલ જે સ્‍ટાફ છે તે વર્ગ-૩ નો છે અને ફાયર ઓફીસર વગર હુકમ કરી શકે તેવા કોઇ કર્મચારી નથી.

(3:42 PM IST)