તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી આંબેડકરનગરના સાહિલ સિંધવ દ્વારકા લઇ જઇ દુષ્કર્મ આચર્યુ
માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. એમ. ડી. ગઢવી તથા ટીમની કાર્યવાહીઃ પોકસોની કલમનો ઉમેરો કરવા તજવીજ

રાજકોટઃ તા. ૨૪: મવડી વિસ્તારમાં ૧૭ વર્ષની સગીરા ઘરેથી ચીઠ્ઠી લખી લાપતા થતા માલવીયાનગર પોલીસે સગીરાને શોધી કાઢી તેને ભગાડી જનાર આંબેડકરનગરના શખ્સને પકડી લઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું ખુલતા વધુ તપાસ હાથધરી છે.
મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં સગીરાના પિતાએ માલવીયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ચાની રેકડી ચલાવે છે તા. ૨૦ ના રોજ પોતાની રેકડીએ હતા ત્યારે પત્નીનો ફોન આવતા તેણે જણાવેલ કે મોટી દીકરી ઘરમાં નથી તમે ઘરે આવો તેમ વાત કરતા પોતે ઘરે પહોંચી તપાસ કરતા ઘરમાં કોઠીમાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી તેમાં લખ્યુ હતું કે ‘હું જાવ છું. સોરી મમ્મી-પપ્પા આઇ લવ યુ હું એકલી જાવ છું. ગુડ બાય, લખ્યુ હતું. બાદ પરિવારજનોએ સગીરાની શોધખોળ કરતા તેનો કોઇ પતો ન લાગતા માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ એમ. ડી. ગઢવી તથા રાઇટર મહેશભાઇ રૂદાતલા અને દીપકભાઇ રાઠોડ તથા એએસઆઇ કે. યુ. વાળા સહિતના સ્ટાફે તપાસ દરમ્યાન બાતમી મળતા સગીરા અને આરોપી સાહિલ જીતેન્દ્રભાઇ સિંધવ (રહે. આંબેડકરનગર)ને શોધી કાઢયા હતાં.પોલીસની પુછપરછમાં બંને માધાપર ચોકડી થી દ્વારકા તરફ ભાગી ગયા હતાં. અને સાહિલે સગીરા સાથે એક વખત દુષ્કર્મ આચર્યુ હોવાનું ખુલતા પોલીસે સાહિલ વિરૂધ્ધ દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
(3:44 PM IST)










