News of Monday, 24th June 2024
રાવળ સમાજના ૧૭૪ પરિવારોને પીપળીયા ગામે પ્લોટ ફાળવાયા : માપણી-ભૂમિપૂજન

રાજકોટ : સરકાર દ્વારા વિચરતી વિમુકત જાતિમાં સમાયેલા રાવળ સમાજ ના ૧૭૪ પરિવારો ને રાજકોટ જિલ્લા ના પીપળીયા ગામ ખાતે પ્લોટ ફાળવાયા આ તકે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી ની અધ્યક્ષતામા પીપળીયા ગામ ખાતે માપણી અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી. તથા આસિસ્ટન્ટ કલેકટર નિશા ચોધરી રાજકોટ ૨ તથા તેમની ટીમ. સરપંચ કાનાભાઈ તથા તલાટી સોનલબેન ડૉબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા. આ આયોજન ને સફળ બનાવા સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ના પ્રમુખ ગોપાલ બોરાણા તથા તેમની ટીમ રાજુભાઈ બોરાણા, મહેશભાઈ ગોહેલ , કમલેશભાઈ મચ્છોયા, રાજેન્દ્રભાઇ સોઢા, નરેશભાઈ મેર, ધર્મેશભાઈ સોઢા, નીરવભાઈ વાણીયા , સુનિલ પેથાનિ , મેહુલભાઈ ગોહેલ, લખમણભાઇ પરમાર , અમુભાઈ સોઢા, ખીમજીભાઈ સોઢા, દિવ્યેશ ભોજક, જીતુંભાઈ બોડા, દીપકભાઈ બોડા, મૂકેશભાઈ બોડા મૂકેશભાઈ ભોજક વગેરે રાવળ સમાજ ના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
(4:11 PM IST)










