News of Monday, 24th June 2024
ચોમાસામાં રસ્તા પરના ખોદકામ બંધ રખાશેઃ જયમીન ઠાકર
લોકોને થતી હાલાકી નિવારવા સ્ટે. કમિટી ચેરમેને અધિકારીને આપી સુચના

રાજકોટ,તા. ૨૪: વર્ષાઋતુને અનુલક્ષીને રસ્તાકામથી લોકોને થતી હાલાકી નિવારવા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા ખોદકામ બંધ કરવા લગત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
મહાનગરપાલિકાના જુદા-જુદા વિસ્તારોમાં હાલ ડી.આઇ. પાઇપલાઇન નાંખવાની કામગીરી તથા ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ઉપરાંત પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલ લોકફરીયાદો મુજબ ચાલુ વરસાદમાં રાહદારીઓને પસાર થવામાં અગવડતા પડી રહી છે, તેમજ રસ્તા પર પાઇપલાઇન નાંખવા માટે કરવામાં આવેલ ખોદકામ થી રાહદારીઓને જોખમ ઉપસ્થિત ન થાય તે માટે અગમચેતીના પગલાં બાબતે ચર્ચા માટે આજરોજ તા.૨૪ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરો સાથે બેઠક યોજવામાં આવેલ. જેમાં વર્ષાઋતુને અનુલક્ષીને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને જોખમ ઉભુ ન થાય અને કોઇપણ જાનહાની નિવારી શકાય તે માટે હાલ ડી.આઇ. પાઇપલાઇન તથા ડ્રેનેજ લાઇન નાંખવા માટે ખોદકામ તાત્કાલિક અસરથી બંધ કરવા જયમીનભાઇ ઠાકર દ્વારા સુચના પાયેલ હતી. વિશેષમાં, ચાલુ વરસાદમાં વાતવરણમાં રહેલ ભેજના કારણે ડામરનું બોન્ડીંગ કપચી સાથે યોગ્ય રીતે થઇ શકે તેમ ન હોઇ તેમજ હાલ ડામર કામ-પેચવર્ક બંધ રાખવા તેમજ ઓછામાં ઓછા આઠથી દસ દિવસ વરસાદ બંધ રહે ત્યારબાદ પેચવર્કના કામ શરૂ કરવા સૂચનાઙ્ગ આપવામાં આવેલ. આ બેઠકમાં ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરો પરેશ અઢીયા, અતુલ રાવલ તથા કુંતેષ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:05 PM IST)










