<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

કાલે ૨૫ જુનઃ કટોકટી દિવસઃ ભરતભાઇ બારોટનું વકતવ્યઃ મીસાવાસી ઓનું સન્માન કરવામાં આવશે

રાજકોટઃ દેશની રાજનીતિમાં તા. ૨૫ જૂન, ૧૯૭૫/  જે કલંકિત કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સ્વ. શ્રી ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદના આદેશ સાથે ''કટોકટી'' જાહેર કરી હતી. આ કટોકટી અંતર્ગત આખાયે દેશને એક '' જેલખાનું'' બનાવી દેવામાં આવેલ અખબારો પર સેન્સરશીપ લગાવવામાં આવી હતી. સરમુખત્યાર શાસનનો દેશમાં અમલ કરાયો હતો. આ કટોકટીનો સામનો જનસંઘ અને જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ એ લોકશાહીના જતન માટે જેલવાસ કર્યો હતો.  એક યાદીમાં જણાવાયા મુજબ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહી તંત્રને ભારત દેશમાં જીવંત રાખવાનું કામ કાર્ય કરેલ આ ધ્યાને લઇ તા. ૨૫ જૂન કટોકટી દિવસની ઉજવણી કરવાનો દિવસ હોઇ ભાજપ પક્ષ રાજકોટના દરેક વોર્ડમાં પોસ્ટરો સહિતની માહિતી પ્રદર્શની તરીકે દર્શાવી અને કોંગ્રેસ દ્વારા કરેલ કૃત્યની વાત જનમાનસ સુધી પહોંચે તેવા પ્રયત્ન કરવામાં આવેશ.

આ નિમિતે શહેરના તમામ મીસાવાસી ઓનું સન્માન ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવશે. ભાજપ કમલમ ખાતે સાંજે ૪ કલાકે પૂર્વ મંત્રી ભરતભાઇ બારોટનું વકતવ્ય યોજાશે. આ વકતવ્ય માં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ રાજકોટના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા જણાવાયુ છે. કટોકટી-કાળો દિવસને કોંગ્રેસના સ્વ. ઇન્દિરા ગાંધીએ લીધેલ કટોકટીના નિર્ણયના વિરોધ માટે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને કરતો રહેશે તેમ જણાવી કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, કોષાધ્યક્ષ મયુરભાઇ શાહ અને કાર્યલય મંત્રી હરેશભાઇ જોષીએ જવાબદારી સંભાળી હોવાનું પ્રેસ યાદી જણાવે છે

(4:10 PM IST)