તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th June 2024
બે કલાક વરસાદ અને મુશ્કેલી આખા દિવસનીઃ વગડ ચોકડીની પરિસ્થિતિ
મનપાની યુધ્ધના ધોરણે કાર્યવાહી : ડે. કમિશનર નંદાણીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા પાણીનો નિકાલ

શહેરના નવા ૧પ૦ ફુટ રીંગ રોડ સ્થિત વગડ ચોકડીએ બે કલાકના વરસાદથી ટાયર ડુબ પાણી ભરાતા આસપાસના રહેવાસીઓ, રાહદારીઓ તથા વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. સ્થાનીકો મુજબ થોડીવાર આવેલ વરસાદથી વાગડ ચોકમાં રીતસર તળાવ ભરાઇ જતા અમારૂ આવવુ-જવુ મુશ્કેલ બની ગયું છે. પાણી ભરાવાની ફરીયાદ મળતા મનપાના ડે. કમિશ્નરશ્રી નંદાણી તથા સ્ટાફ વાગડ ચોકડીએ દોડી ગયો હતો અને વરસાદી પાણીના નિકાલની લાઇન ખોલાવી પાણીનો નિકાલ કરાવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં વગડ ચોકડીએ ભરાયેલ પાણીમાંથી પસાર થતા કાર-બાઇક સહીતના વાહનો તથા નીચેની તસ્વીરમાં ડે. કલેકટર ચેતન નંદાણી અને સ્ટાફ દ્વારા સમસ્યાનો યુધ્ધના ધોરણે નિકાલ કરવાની કાર્યવાહી કરતા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:17 PM IST)










