<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

આવતિકાલે રાજકોટ બંધના એલાનના સંદર્ભે કોર્ટ કાર્યવાહી યથાવત રાખવા ઠરાવ

રાજકોટ બાર એસો. દ્વારા ન્યાયાધીશોને ઠરાવને નકલ મોકલાઇ

રાજકોટ તા. ૨૪ : શહેરના કાલાવડ રોડ નજી ટીઆરપી ગેમઝોનમાં  તારીખ-૨૫/૫/૨૦૨૪ ના રોજ બનેલી અગ્નીકાંડની કરૂણ દુર્ધટમા ૨૭ જેટલા વ્યકિતઓના મોત નીપજયા છે. જે દુર્ઘટનાનો  એક માસ પુર્ણ થાય છે. સદરહુ અગ્નીકાંડમાં ભોગ બનનાર તમામને શ્રધ્ધાંજલી અર્પણ કરવાના ભાગરૂપે રાજકોટ બંધ નુ એલાન હોય તે સંજોગોમા રાજકોટ શહેર અને  બહારગામથી આવતા પક્ષકારોને હેરાનગતી કે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રાજકોટ બાર એશોસીએશનના તમામ સભ્યો દ્વારા તારીખ-૨૫/૬/૨૦૨૪ ના રોજ અર્જન્ટ મેટર સિવાયની મેટરમા  ડીસ્ટ્રીકટ જજ  તેમજ તમામ ન્યાયાધીશોઓને વિનંતી કરવામાં આવે છે કે તારીખ-૨૫/૬/૨૦૨૪ કોઈપણ વકીલની ગેરહાજરીમા કોઈપણ કેસમા વોરંટ કે હકક બંધ કરવાની કાર્યવાહીને મોકુફ રાખીને તમામ લાગતા વળગતા કેસમા પ્રોસીડીંગ્સ એ જ પ્રકારે યથાવત રાખવા રાજકોટ બાર એશોસીએશન વિનંતી કરે છે.(

(4:21 PM IST)