<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં ધો. ૧માં ૩૬૦૦ અને બાલવાટિકામાં ૧૩૦૦૦ છાત્રોને પ્રવેશ અપાશે

તા. ૨૬ થી ૨૮ શાળા પ્રવેશોત્સવ : ટોચના સરકારી અધિકારીઓ - પદાધિકારીઓ ગામડે ગામડે જશે

રાજકોટ તા. ૨૪ : રાજ્ય સરકાર દ્વારા તા. ૨૬ થી ૨૮ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાનાર છે. ત્રણેય દિવસ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ગામડે ગામડે જઇ વિદ્યાર્થીઓને બાલવાટિકા, ધો. ૧ વગેરેમાં વિધિવત પ્રવેશ કરાવશે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ્ય વિસ્તારની ૬૦૦થી વધુ ગામોની ૮૫૦ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ માટે ડી.ડી.ઓ. શ્રી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલ અને તેમની ટીમ તૈયારી કરી રહી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી પ્રાથમિક શાળાઓમાં ૫ થી ૬ વર્ષની વયના ૩૬૦૦ જેટલા બાળકોને બાલવાટિકામાં અને ૬ વર્ષ પૂરા કરનાર ૧૩ હજાર જેટલા બાળકોને ધો. ૧માં પ્રવેશ આપવા માટે આયોજન થઇ રહ્યું છે. કુલ ૭૪ રૂટ બનાવવામાં આવ્યા છે.

શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, અન્ય પદાધિકારીઓ તેમજ ખેતીવાડી વિભાગના નાયબ સચિવ કે.વી.મકવાણા - ગોંડલ, ઉપસચિવ ચેતન દવે - જામકંડોરણા, નિકી ઓઝા - લોધિકા, પૂજા બરડવા - જેતપુર, રમઝાન જાફરાની - ગોંડલ, ખ્યાતીબેન નેનુજી - પડધરી, અજિત આર્યા - જસદણ, ચિંતન ચૌધરી - ઉપલેટા, રાજકોટ શહેરમાં અધિક ગ્રામ વિકાસ કમિશન વિશાલ ગુપ્તા અને સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ ડો. જે.એચ.ઓધવાણી વગેરે હાજરી આપશે.

(4:48 PM IST)