<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રાજકોટ અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ

કોંગ્રેસે શહેરના તમામ વેપારીઓ અને ધંધાર્થીઓને બંધનું સમર્થન કરી ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરી

રાજકોટમાં ગત 25મી મે એ ટીઆરપી ગેમઝોનમાં થયેલા લાગેલી આગમાં 28 જિંદગીઓ બળીને ભડથુ થઈ ગઈ હતી. આ ઘટનાને 25મી જૂને એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ છે. કોંગ્રેસે શહેરના તમામ વેપારીઓ અને ધંધાર્થીઓને બંધનું સમર્થન કરી ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરી છે. કોંગ્રેસ આ મુદ્દાને સંસદમાં પણ ઉઠાવવાની તૈયારી કરી લીધી છે. ખુદ રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી તેમને ન્યાય અપાવવા આશ્વાસન આપ્યુ હતુ.

આ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ રાજનીતિનો નહીં માનવતાનો સાથ આપવાનો સમય છે. કાલે રાજકોટ સંપૂર્ણ પણે બંધ પાળીને ઘટનાનો વિરોધ નોંધાવે. શક્તિસિંહે કહ્યુ અમારી ટીમો બજારમાં નીકળશે, તોડફોડ કે વિરોધ નહીં કરે. અમે વેપારીઓ અને નાગરિકોને હાથ જોડીને બંધ પાળવા અપીલ કરીશુ. જો કે, સાથે એવી અપીલ પણ કરી કે, જે વેપારી અડધો દિવસ બંધ ન રાખે, તેનો વીડિયો બનાવજો. બંધ ન પાળનારા પાસેથી ખરીદી કરવાનું ટાળજો.

  આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને સ્કૂલો અને વેપારીઓને બંધ

(8:33 PM IST)