તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરીયા જેલ હવાલેઃ બંન્ને સંતો તેને મુંબઇ ઉતારી ભાગી છુટયા'તા
ઉપલેટાના ખીરસરા (ઘેટીયા) સ્વામીનારાયણ ગુરૂકુળ ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસમાં

રાજકોટ, તા. રપ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા (ઘેટીયા) ગામે આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી ધર્મસ્વરૂપદાસજીએ રાજકોટમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચાર્યુ હતું. જેમાં મદદગારી તરીકે હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરીયાનું નામ ખુલ્યુ હતું.
આ પ્રકરણમાં પોલીસે બે સ્વામી સામે તથા હોસ્ટેલના સંચાલક સામે ગુન્હો નોંધી ફરીયાદ કરી હતી.
જેમાં ભાયાવદર પોલીસ તથા રાજકોટ રૂરલ એસીબી ટીમે મહારાષ્ટ્રના કોલાપુરમાં દરોડો પાડીને મયુર કાસોદરીયાની તેના મિત્રના ઘરેથી ધરપકડ કરી હતી. બાદમાં તેને જેલ હવાલે કરી દેવાયો છે.
પોલીસની પુછપરછમાં આરોપી મયુર કાસોદરીયાએ જણાવ્યું હતું કે બંને સંતો મને મુંબઇ ઉતારી ભાગી છુટયા હતા. જયારે બન્ને સ્વામીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(12:20 PM IST)










