<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જંક્‍શન પ્‍લોટ-રેલનગર-રૈયા રોડના ધંધાર્થીઓએ ન્‍યાયની લડતને સજ્‍જ્‍ડ ટેકો આપ્‍યો

રાજકોટઃ ટીઆરપી ગેમઝોનમાં ભોગ બનનાર હતભાગીઓને ન્‍યાય મળે તે માટે આજે કોંગ્રેસે આપેલા બંધના એલાનમાં જંકશન પ્‍લોટ, પોપટપરા, રેલનગર, રૈયા રોડના વેપારીઓએ સ્‍વયંભુ જોડાઇ લડતને ટેકો આપ્‍યો હતો. પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, વેપારી એસોસિએશના પ્રમુખ ગૌરવ પુજારા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, જીતુ ચંદનાણી, ઠાકુરભાઇ ખાનચંદાણી, જગુભાઇ જાડેજા, નિલેશભાઇ પરચાણી, અશોકભાઇ તુલસાણી, અતુલ ડેલાવાળા, યોગેશ માખેચા, વિલાસબા સોઢા, વિજય સિતાપરા, જલ્‍પેશ વાઘેલા, હાસાંનદ મામતાણી સહિતના આગેવાનોએ સવારથી જ જંક્‍શન પ્‍લોટ, પોપટપરા-રેલનગર સહિતના વિસ્‍તારોમાં સ્‍વયંભૂ બંધ પાળી લોક રોષનો પડઘો પાડનારા વેપારીઓ સહિતના તમામનો આભાર વ્‍યકત કર્યો હતો.

(2:22 PM IST)