<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

રાજકોટ જિલ્લા ન્‍યાયખાતા કર્મચારી મંડળી અને યુનિયન વર્ગ-૩ ની વાર્ષિક સભા સંપન્‍ન

મંડળીના નવા પ્રમુખપદે ભૃગુરાજસિંહ જાડેજા અને યુનિયનના પ્રમુખપદે ધર્મેશ જે. મહેતાની વરણી

રાજકોટ : રાજકોટ જિલ્લા ન્‍યાયખાતા કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તથા રાજકોટ જિલ્લા ન્‍યાયખાતા કર્મચારી યુનિયન (વર્ગ-૩ નું કર્મચારી મંડળ) ની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મુખ્‍ય જિલ્લા ન્‍યાયધીશ વી. બી. ગોહીલના અધ્‍યક્ષસ્‍થાને અને અધિક જિલ્લા ન્‍યાયધીશ જે. ડી. સુથારના અતિથિવિશેષ સ્‍થાને યોજાઇ હતી. દીપપ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ કરાવાયા બાદ સ્‍વાગતવિધિ હરકિશનભાઇ રામાણીએ કરેલ. ત્‍યાર બાદ વાર્ષિક હિસાબો રજુ થતા બહાલી અપાઇ હતી. કોર્ટ મેનેજર હમીરભાઇ છેતરીયા તથા જિલ્લાભરમાંથી કર્મચારી સભ્‍યો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ. સને ૨૦૨૩-૨૪ માં નિવૃત્ત થયેલ કર્મચારીઓ તથા રાજકોટ જિલ્લા ન્‍યાયખાતામાંથી અન્‍ય ખાતામાં સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓને હોદેદારોને તથા સભ્‍યોને શાલ ઓઢાડી સન્‍માન કરાયુ હતુ. નવા હોદેદારોની વરણી કરવામાં આવતા રાજકોટ જિલ્લા ન્‍યાયખાતા કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં ભૃગુરાજસિંહ જાડેજા (પ્રમુખ), રાજેન શાહ (માનદ મંત્રી), રોહિત રાવલ (ઉપપ્રમુખ), દિગ્‍વિજયસિંહ જાડેજા (ઉપપ્રમુખ), ધવલ ભુંભરીયા (પ્રવકતા), પ્રેમલ ગણાત્રા (પ્રવકતા), હરકિશન રામાણી (મીડિયા ઇન્‍ચાર્જ) તરીકે તેમજ કારોબારી સભ્‍યોમાં ધર્મેશ મહેતા, વિપુલ ભૂત, દિગ્નેશ ભટ્ટ, આનંદ રાઠોડ, પરેશ ઠાકર, રવિ સોલંકી, ચેતન રાઠોડ, હિતેષ પરમારનો સમાવેશ કરાયો હતો. એજ રીતે રાજકોટ જિલ્લા ન્‍યાયખાતા કર્મચારી યુનિયન (વર્ગ-૩ નું કર્મચારી મંડળ)માં ધર્મેશ જે. મહેતા (પ્રમુખ), રવિ સોલંકી (સેક્રેટરી), દિગ્નેશ ભટ્ટ (ઉપપ્રમુખ), દિગ્‍વિજયસિંહ જાડેજા (ઉપપ્રમુખ), પ્રેમલ ગણાત્રા (જોઇન્‍ટ સેક્રેટરી), પરેશ ઠાકર (પ્રવકતા), મેઘજી સીસારા (પ્રવકતા), વ્‍યવસ્‍થાપક સભ્‍યો ભૃગુરાજસિંહ જાડેજા, રાજેન શાહ, આનંદ રાઠોડ, કીરીટ ચૌહાણ, પિયુષ રૈયાણી, અબ્‍દુલ સીંધી, હરેશ ભડલીયા, રશેન્‍દુ અવાસીયા, પિયુષ કારીયા, મનિષ પંડયા, સંજય સોલંકી, સમીર તલાટીયા, જયેશ બારૈયા, આર. કે. સીંધવની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારી મંડળીમાં ભૃગુરાજસિંહ જાડેજા (પ્રમુખ), રાજેશ શાહ (માનદ મંત્રી) તરીકે સર્વાનુમતે સતત આઠમી વખત બીનહરીફ વરણી થઇ હતી.  કાર્યક્રમના અંતે આભારવિધિ દિગ્‍વિજયસિંહ જાડેજાએ કરી હતી.

(2:56 PM IST)