<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

કલ્‍યાણ પાર્કમાં ઘરકામ બાબતે વ્રુતીબેન દવેને મેણા ટોણા મારી પતિ, સાસુ અને નણંદનો ત્રાસ

રેલનગરમાં માવતર સાથે રહેતી પરિણીતાની મહિલા પોલીસમાં પતિ પ્રિયેશ દવે, સાસુ આશાબેન અને નણંદ રિધ્‍ધીબેન મહેતા સામે ફરિયાદ

રાજકોટ તા. રપઃ રેલનગર શ્રીનાથજી પાર્કમાં માવતરે રીસામણે આવેલી પરિણીતાને જામનગર રોડ પર કલ્‍યાણ પાર્કમાં પતિ, સાસુ અને નણંદ ઘરકામ બાબતે અવાર નવાર મેણાટોણા મારી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રેલનગરમાં શ્રીનાથજી પાર્કમાં શ.ેરી નં. ૩ માં રહેતી વ્રુતી પ્રિયેશ દવે (ઉ.વ. ર૩) એ મહિલા પોલીસ મથકમાં જામનગર રોડ ઘંટેશ્‍વર પાસે કલ્‍યાણ પાર્કમાં રહેતો પતિ પ્રિયેશ નરેન્‍દ્રભાઇ દવે, સાસુ આશાબેન દવે અને નણંદ રિધ્‍ધી કેવલભાઇ મહેતા (રહે. સાવરકુંડલા) સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતાના તા. ૧૬/૦પ/રરના રોજ કલ્‍યાણ પાર્કમાં રહેતા પ્રિયેશ નરેન્‍દ્રભાઇ દવે સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ અને નણંદ સાથે સંયુકત પરિવારમાં એકાદ વર્ષ સાથે રહેલ. પતિ ડ્રાઇવીંગ કરે છે. લગ્ન બાદ બે મહિના પોતાને સારી રીતે રાખ્‍યા બાદ પોતાને ખબર પડેલ કે પતિ પર તો લેણું છે જેથી પોતે પતિને આ બાબતે પૂછતા તેણે કહેલ કે ‘મારે ધંધામાં નુકસાની થઇ છે' બાદ પોતાને જાણવા મળેલ કે પતિ ખરાબ રસ્‍તે ચડી ગયેલ અને તેણે દેણું કરી નાખ્‍યું હોવાની ખબર પડતા પોતે તેને આ બાબતે અવાર નવાર પુછીને જાણવાની કોશિષ કરી હતી, આ બાબતે પતિ અવાર નવાર બોલાચાલી કરી ઝઘડો કરતો હતો. અને સાસુ પણ કહેતા કે ‘તારે તો ઘરના કામકાજથી મતલબ રાખવાનો અને કામકાજ બાબતે મેણાટોણા મારી માનસીક ત્રાસ આપતા અને નણંદ નાની નાની વાતમાં ઝઘડો કરી અને પોતે પતિ સાથે બહાર જાય તો જવા દેતા નહીં પોતે બ્‍યુટી પાર્લરમાં નોકરી કરતા તેના પૈસા સાસુ અને પતિ લઇ લેતા હતા. અને પોતે જયારે માવતરે જતા ત્‍યારે સાસુ અને નણંદ પોતાને કહેતા કે ‘તું તારા માવતરે કહેજે કે અમને પૈસા આપે મારી સગાઇ અને પોતાની સગાઇ અને લગ્ન વચ્‍ચેના સમય ગાળામાં પતિએ પોતાના પિતા પાસેથી રૂા. ૧૧ લાખ ધંધા માટે અર્ટીકા કાર લેવા માટે લીધા હતા અને પોતાના સસરાના ઘરે પોતાના પિતાએ ફર્નિચર કામ કરેલ જે ફર્નિચર માટે રૂપિયા આપ્‍યા નથી આમ પોતાના પિતા પાસેથી પૈસા લીધા બાદ પરત આપ્‍યા ન હતા અને કહેતા કે તું હજી માવતરેથી પૈસા લઇશું અને પાછા નહીં આપીએ તેમ સંભાળતા હતા અને પતિ સ્‍ત્રીધન પણ ઓળવી ગયા. આથી પતિનું દેણું વધી જતા લેણદારોનો ત્રાસ વધી જતા પતિ તા. ૩-૩ના રોજ પોતાને એકલી મુકી જતો રહ્યો હતો. બાદ પોતે પોતાના માવતરના ઘરે આવ્‍યા બાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. જી. કે. પરમારે તપાસ હાથ ધરી છે.

(3:24 PM IST)