તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
કોંગ્રેસ અગ્રણી ડો.નિદત બારોટના વડપણ હેઠળની શાળા-કોલેજો સજ્જડ બંધ રહી
ગેમઝોન પીડીતોની લાગણી- સંવેદનામાં હંમેશા સાથેઃ ડો.નિદત બારોટ સ્પષ્ટતા

રાજકોટ તા.૨૫: ટીઆરપી ગેમઝોન અગિ્નકાંડ મુદે આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં શાળા કોલેજો સજ્જડ બંધ રહયા હતા. ત્યારે કોંગ્રેસના આગેવાન ડો.નિદત બારોટની શાળા ચાલુ હોવાના સંદેશા ચાલુ થતા ડો.નિદત બારોટે મીડીયા સમક્ષ નિવેદન કરી સ્પષ્ટતા કરી છે.
કોંગ્રેસ અગ્રણી ડો. નિદત બારોટે જણાવ્યું કે રાજકોટના જુદા જુદા માધ્યમોમાંથી નિદત્તભાઈ બારોટ સંચાલિત શાળા ચાલુ હતી-એવા મેસેજ સંદર્ભે હકીકતલક્ષી બાબતો જાણ અર્થે સ્પષ્ટ કરી છે. ટી. એન. રાવ સ્કૂલમાં ૯૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલ સંપૂર્ણપણે બંધ હતી. ટી..એન. સવ કોલેજમાં ૧૫૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ કોલેજ સંપૂર્ણપણે બંધ હતી. ઉપરોક્ત ટી. એન. રાવ કોલેજ સંકૂલમાં હું સંચાલક મંડળમાં સેવાઓ આપું છું અને બંધમાં સંપૂર્ણપણે સાથે રહ્યા છીએ કે. જે. કોટેચા ગર્લ્સ સ્કૂલ જેમાં ૭૦૦ વિદ્યાર્થિનીઓ છે એ શાળા બંધમાં જોડાયેલી હતી. આ શાળામાં હું સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપું છું.
ડો.નિદત બારોટ જણાવ્યું હતું કે ઇન્સ્ટિટયૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ બી. એડ. કોલેજમાં હાલ વેકેશન હોવાથી આ કોલેજ પણ બંધ હતી. જેમાં હું આચાર્ય તરીકે સેવા આપું છું.
સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી તરીકે કાર્યરત છું અને જાહેર જીવનના અન્ય ટ્રસ્ટીઓ પણ કાર્યરત છે. જેમાંના એક ટ્રસ્ટી મુકેશભાઇ દોશી શહેર ભાજપના પ્રમુખ છે. આ શ્રી સ્કૂલના કેટલાક વર્ગ ચાલુ હતા તેવી માહિતી મને માધ્યમો મારફતે મળી હતી જે સંદર્ભે જણાવવાનું કે આ શાળામાં કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં પ્રાથમિક શાળાના ૩૫૦ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા અને માધ્યમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓ આવેલા હતા. આમ, આ શાળાના જે બે વર્ગો શરૂ હતા તે સંદર્ભે જાહેર માધ્યમના મિત્રોને જાણ કરવાની કે મારા દ્વારા સંચાલિત જુદી જુદી સંસ્થાઓના ૩૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ બંધમાં સામેલ થયેલા હતા. ગેમ ઝોન પીડિતોની સાથે તેમની લાગણી અને સંવેદનામાં અમે હમેશા સાથે રહ્યા છીએ. જે હિત શત્રુઓં દ્વારા માધ્યમોમાં ખોટી માહિતી ફેલાવવામાં આવી છે તેની હું નિંદા કરું છું. તેમ યાદીના અંતે ડો.નિદત બારોટે જણાવ્યું છે.
(3:26 PM IST)










